એશિયાનો સૌથી મોટો સમૂહ લગ્નોત્સવ
ખોડલધામ ને આંગણે અવસર આવશે અનેરો જેને ઉજવીશું સૌ સાથ મળી આપણે સ્વજનો.
521 યુગલ, 1042 ચેન્જિંગ રૂમ, 600 બૂફે-કાઉન્ટર.
Watch live streaming video from khodaldhamkagwad at livestream.com
Watch live streaming video from khodaldhamkagvad at livestream.com
સમૂહ લગ્નોત્સવમાં જાજરમાન વ્યવસ્થા
કુલ 521 યુગલો છે. દરેક યુવાન અને યુવતી માટે એક-એક ચેન્જિંગ રૂમ બનાવવામાં આવશે. એટલે કે, 1042 ચેન્જિંગ રૂમ બનશે. દરેક યુગલ માટે અલગ લગ્નમંડપ એટલે કે 521 લગ્નમંડપ. લગ્નની વિધિ માટે જરૂરી તમામ પૂજા સામગ્રી ટ્રસ્ટ આપશે. બાજોઠ અને પાનેતર સહિતની કીટ તૈયાર છે. કરિયાવરમાં વસ્ત્રોથી માંડી, પૂરી બનાવવાના મશીનથી શરૂ કરી ઘરવખરીની મોટાભાગની વસ્તુઓ લગ્ન પૂર્વે જ અપાઇ ગઇ છે. કુલ 63 વસ્તુ કરિયાવરરૂપે પહોંચાડી દેવામાં આવી છે. દરેક જિલ્લાના યુગલો માટે અલગ-અલગ મંડપ તથા અલગ-અલગ ગેટથી એન્ટ્રી કુલ 15 લાખ સ્ક્વેરફૂટમાં મંડપ બંધાશે 300 વીઘા જમીનમાં અલગ-અલગ 10 પાર્કિંગ યોજના યુગલ પૈકી યુવાન અને યુવતી બન્નેના 75-75 સભ્યો લગ્નોત્સવમાં શામિલ થઇ શકશે. એ બધાની ભોજન સહિતની વ્યવસ્થા ટ્રસ્ટ કરશે. ભોજન માટે પુરુષ-સ્ત્રી માટે અલગ-અલગ 600 બુફે-કાઉન્ટર વરઘોડિયા તથા બન્ને પક્ષના અન્ય એક-એક સભ્ય માટે 521 ટેબલ પર ભોજનની અલગ વ્યવસ્થા
એક લાખ કંકોતરીનું વિતરણ કરાયું
આ ભવ્ય લગ્નોત્સવ માટે કુલ 1 લાખ કંકોતરીનું વિતરણ કરી દેવાયું છે. આ પ્રસંગમાં અમેરિકા, ઇંગ્લેન્ડ સહિતના દેશોમાંથી તથા મુંબઇ, સુરત, અમદાવાદ અને ગુજરાતભરના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
150 વકીલોની ટીમ આ કામ કરશે
લગ્નપ્રસંગે 150 વકીલો રાશનકાર્ડ અને મતદાર યાદીમાંથી કન્યાના જૂના સરનામે નામ કેન્સલ કરવાના તથા નવા સરનામે નોંધાવવાના ફોર્મ, આધારકાર્ડ, ગવર્મેન્ટ ગેઝેટમાં અમૃતમ યોજનાની વિગતો અંગેના ફોર્મ વિગેરે 14 પ્રકારના ફોર્મ સાથેની કમ્પ્લિટ કીટ સાથે ઉપસ્થિત રહી, બધા યુગલ પાસે તે ભરાવશે. મેરેજ રજિસ્ટર કરાવવાની કાર્યપધ્ધતિ હાથ ધરવામાં આવશે.
રેકોર્ડ નોંધાશે
આ પ્રસંગે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડઝના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. કોઇ એક જ જ્ઞાતિના સમૂહ લગ્નોત્સવમાં 521 યુગલો પરણતા હોય તેવા આ પ્રથમ ઘટના છે. આ અગાઉની સંખ્યા 285 યુગલોની હતી.
No comments:
Post a Comment