Stories Of Dashavatara Of Lord Vishnu / Avatars Of Lord Vishnu
ભગવાન વિષ્ણુએ પ્રત્યેક યુગે વિવિધ અવતાર ધારણ કરીને પોતાના ભક્તોની રક્ષા કરી છે.હિન્દુ
ધર્મમાં ભગવાન વિષ્ણુ જગતપાલક માનવામાં આવે છે. ધર્મની રક્ષા માટે હિન્દૂ
ધર્મ ગ્રંથ શ્રીમદ્ગભાગવતપુરાણ અનુસાર સતયુગથી લઈને કલિયુગ સુધી ભગવાન
વિષ્ણુએ 24 અવતાર લીધા છે, જેમાં દસ મુખ્ય અવતાર છે અને બાકીના અંશાવતાર છે.જે માત્ર કોઈ કામ માટે અવતરીને કામ પૂરું કરી તરત અદ્રશ્ય થઈ જાય તેને "અંશાવતાર" કહે છે.
વરાહ અવતાર – હિન્દુ ધર્મમાં એક માન્યતા છે કે પૃથ્વી વરાહ ભગવાનના દાંત પર સલામત રૂપે રહેલી છે. પ્રલય કાળે પૃથ્વીને બચાવવા માટે આ અવતાર લીધો હતો.
નરસિંહ અવતાર – અડધુ શરીર ‘નર’-માણસનું અને અડધું ‘સિંહ’નું ધારણ કરી અને
પોતાના ભક્ત પ્રહ્લાદને બચાવ્યો અને હિરણાકશ્યપનો સંહાર કર્યો હતો.
વામન અવતાર – ઠીંગણા બ્રાહ્મણ વેશ ધરી અને બલિ રાજા પાસેથી ત્રણ વેત જમીન માપી સમગ્ર પૃથ્વી-પાતાળ-સ્વર્ગ છોડાવ્યું.
પરશુરામ અવતાર – બ્રાહ્મણના રૂપે જન્મેલ યોદ્ધાના અવતારમાં તેણે પાપી, દુરાચારી રાજાઓનો સંહાર કર્યો.
શ્રીરામ અવતાર – મર્યાદા પુરુષોત્તમના રૂપે જન્મ લઈ અને અનેક પ્રાણીને મોક્ષ આપતા રાવણનો ઉદ્ધાર કર્યો.
શ્રીકૃષ્ણ અવતાર – 16 કલાઓના પૂર્ણ અવતાર રૂપ જીવનની ઘણી સમજ સાથે સમાજને શિક્ષા આપી કંસ ઉદ્ધાર અને કૌરવોના સંહારમાં કારણભૂત થઈ પ્રેમતત્વ રુપે સ્થાપિત થયા.
બુદ્ધ અવતાર – ક્ષમા, શીલ અને શાંતિના રૂપે અવતાર લઈ અને સંસારને શાંતિનો માર્ગ બતાવ્યો.
કલ્કી અવતાર – આ અવતાર કલિયુગના અંતમાં થનાર છે તેવી ભવિષ્યવાણી શાસ્ત્રોએ કરી છે. અને અવતાર ધરી સૃષ્ટિનો સંહાર કરશે.
No comments:
Post a Comment