Friday, 20 January 2012

પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક ‘શ્રી ખોડલધામ’


શ્રી ખોડલધામ સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-બી પર વીરપુર પાસે કાગવડ ખાતે આકાર લઇ રહ્યું છે. ભક્તિ દ્વારા એકતાની શક્તિનું સર્જન કરવાના શુભાશયથી મા ખોડલનું ભવ્યતમ મંદિર નિર્માણ થવા જઇ રહ્યું છે.


આંતરરાષ્ટ્રીય કક્ષાના તજ્જ્ઞોના માર્ગદર્શન હેઠળ, પરંપરાગત ભવ્ય સ્થાપત્ય શૈલીનો ઉપયોગ કરીને થનાર આ સંકુલના નિર્માણ માટે સંતોની ભૂમિ સૌરાષ્ટ્રની પસંદગી સૂચક છે. આ સ્થળની આસપાસનો નયનરમ્ય નઝારો જોનારની આંખમાં અઢળક ઉદ્ગારો ઊભા કરી દેશે.



સંસ્થાની પ્રવૃત્તિઓ :
- આધ્યાત્મિક પ્રવૃત્તિઓ- જ્ઞાતિ વિકાસ માટેની પ્રવૃત્તિઓ- યુવાનોમાં રમતો પ્રત્યે રુચિ ને ક્ષમતા વિકસાવતી પ્રવૃત્તિઓ- શિક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓ- કૃષિ વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ


આધ્યાત્મિક પ્રવૃત્તિઓ :


વ્યક્તિમાં અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ દૂર કરવા માત્ર ધાર્મિક જ્ઞાન કરતાં સમજપૂર્વકનું અધ્યાત્મિક જ્ઞાન વધુ અસરકારક પુરવાર થયું છે. આથી ખોડલધામના માધ્યમથી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ વડે સમાજનું ઘડતર કરવા સંકુલમાં નીચેની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાનું ધ્યેય છે. ખોડિયાર માતાનું શિલ્પ કલાના નમૂનારૂપ મંદિર ૪૩૪૩ ચો.મી.માં બનાવવામાં આવશે.


 - સમગ્ર ભારતવર્ષના પુરાતન એવા ભ્રમણાયુક્ત પ્રાસાદોમાંનો એક પ્રાસાદ જે ભારતવર્ષમાં સીમિત માત્રામાં આવા પ્રાસાદો જોવા મળે છે. જેમાં ગુજરાતમાં તારંગાજી, સોમનાથ, અંબાજી તીર્થ તેમજ બરડા, ઘુમલી, સૌરાષ્ટ્રમાં ૧૧મી શતાબ્દીના નવલખા મંદિરની ગણનામાં પ્રાસાદનું નિર્માણ કરવામાં આવશે.


 - મંદિર સંકુલને કુલ ૧૯૮ સ્તંભોથી શોભાયમાન કરાશે.


 - મંદિર સંકુલમાં કલાત્મક ૧૦ દ્વારો મૂકવામાં આવશે.


 - ગુઢમંડપ ૬૯’.૧૧’’ X ૮૫’.૬’’ના વિશાળ એરિયામાં એક્સાથે અંદાજે ૯૦૦થી ૧૦૦૦ દર્શનાર્થી લાભ લઇ શકશે.

- મંદિર પ્રાસાદ અપરાજિત સૂત્ર સંતાન અધ્યાય ૧૮૬ તથા મત્સ્ય પુરાણ અધ્યાય ૨૭૦માં તેમજ વિશ્વકમૉ પ્રકાશમાં જે પુષ્પકાદી ૨૭ મંડપોના સ્વરૂપ તથા સ્તંભ સંખ્યા દર્શાવેલ છે તે મુજબ મંડપોની વાસ્તુશાસ્ત્ર મુજબ રચના કરવામાં આવશે. મંદિર પરિસરમાં કુલ ૨,૮૧,૦૦૦ ઘન ફૂટ બંસી પહાડપુર ગુલાબી પથ્થરથી નિર્માણ કાર્ય થશે.

- ખોડિયાર માતાના મંદિરે યાત્રા માટે આવતા યાત્રિકોની સુવિધા માટે એક આધુનિક ગેસ્ટહાઉસ તૈયાર થશે.

- ખોડલધામ ખાતે એક ગૌશાળા બાંધવામાં આવશે.

- ગૌશાળામાં ૧૦૦ ગાયોની વ્યવસ્થા થઇ શકે તેટલું બાંધકામ અને આનુષંગિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.

No comments:

Post a Comment