સરદાર વલ્લભભાઈ પટેલ
"તમે શરીર થી ભલે દુબળા પાતળા હોય પણ કાળજું તો વાઘ સિહ નુ રાખો અને ઘરની વાત ઘર મા રાખો...."
ભારતના ‘સરદાર‘ અને ભારતની એકતાના ઘડવૈયા મોટું ટાલવાળું માથું, બેઠા ઘાટનો દેહ, બાંધી દડીનું શરીર. અંગ પર સફેદ ખાદીનું ધોતિયું અનેસફેદ ખાદીનું પહેરણ. બૌદ્ધ સાધુ જેવી ગંભીર ર્દષ્ટિ, નિશ્ચયબળ,લોખંડી ઇચ્છાશક્તિ, પ્રામાણિક ચારિત્ર્ય. આ બધાંનો સરવાળો કરીએ એટલે સાંપડે વલ્લભભાઈ પટેલ.
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ગુજરાતમાં નડિયાદના (કરમસદ) ગામ માં એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો.
તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાય ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબર ને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી.
તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં.
સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ - કાશીભાઈ તેમજ એક નાના બેન - દહીબા હતા.
વલ્લભભાઈ પટેલના ૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા.
continue.....
No comments:
Post a Comment