સોમનાથ મંદિર એક મહત્વપૂર્ણ મંદિર છે, જેની ગણતરી 12 જ્યોર્તિલિંગોમાં
સર્વપ્રથમ જ્યોતિર્લિંગના રૂપમાં થાય છે. આ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્ર
ક્ષેત્રના વેરાવળ પોર્ટમાં આવેલું છે. તેનું નિર્માણ સ્વંય ચંદ્રદેવે કર્યુ
હતું, આ મંદિરને 16 વખત તોડવામાં આવ્યું અને ત્યારબાદ ફરીથી પુનઃનિર્માણ
કર્યું હતું. આ મંદિરના પ્રાંગણમાં રાત્રે સાઉન્ડ એન્ડ લાઇટ શો થાય છે.
જેમાં સોમનાથ મંદિરના ઇતિહાસનું સુંદર લાઇ ચિત્રણ કરવામાં આવ્યું છે.
પૌરાણિક લોકકથાઓ અનુસાર, અહીં શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. તેના કારણે આ
મંદિરનું મહત્વ વધી ગયું છે.
પૌરાણિક માન્યતા
આ મંદિર સાથે કેટલીક પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે. પ્રાચીન હિંદુ ગ્રંથો અનુસાર, રાજા દક્ષપ્રજાતિએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો કે દરરોજ તેની ચમકમાં ઘટાડો થતો જશે. ચંદ્રદેવને આ શ્રાપમાંથી મુક્તિ ભગવાન શિવની આરાધનાથી મળી હતી.
આ મંદિર સાથે કેટલીક પૌરાણિક માન્યતાઓ જોડાયેલી છે. પ્રાચીન હિંદુ ગ્રંથો અનુસાર, રાજા દક્ષપ્રજાતિએ ચંદ્રદેવને શ્રાપ આપ્યો હતો કે દરરોજ તેની ચમકમાં ઘટાડો થતો જશે. ચંદ્રદેવને આ શ્રાપમાંથી મુક્તિ ભગવાન શિવની આરાધનાથી મળી હતી.
મહાકાલેશ્વર મંદિર
મહાકાલેશ્વર મંદિર ભારતના 12 જ્યોર્તિલિંગોમાંથી એક છે. આ મધ્યપ્રદેશના
ઉજ્જૈનમાં સ્થિત છે, તેને મહાકાલેશ્વર પણ કહેવામાં આવે છે. વેદ, પુરાણો અને
કાલીદાસ જેવા મહાકવિઓની રચનામાં આ મંદિરનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એવું કહેવાય છે કે ભગવાન શિવ અહીં હુંકાર સહિત પ્રગટ થયા હતા, તેથી તેમનું
નામ મહાકાળ પાડવામાં આવ્યું અને આ મંદિરનું નામ મહાકાલેશ્વર રાખવામાં
આવ્યું. મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં દર સોમવારે આ મંદિરમાં ખૂબ જ ભીડ
લાગેલી હોય છે. આ મંદિર સાથે એક નાનકડો જળ-સ્ત્રોત પણ છે, જેને કોટિતીર્થ
કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે ઇલ્તુત્મિશે જ્યારે મંદિરને તોડાવ્યું
તો શિવલિંગને આ કોટિતીર્થમાં ફેંકાવી દીધુ હતું, ત્યારબાદ તેની
પુનર્પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
પૌરાણિક માન્યતા
મહાકાળેશ્વર મંદિરની માન્યતા છે કે અહીં દાન કરવાથી મૃત્યુનો ભય ખતમ થઇ જાય છે અને જટિલ બિમારીઓ દૂર થઇ જાય છે. મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ આખા વિશ્વમાં એકમાત્ર એવું જ્યોર્તિલિંગ છે, જે દક્ષિણ તરફ મુખ રાખેલું છે. મહાકાલેશ્વરની મૂર્તિ દક્ષિણામુખી છે. તાંત્રિક પરંપરામાં દક્ષિણમુખી પૂજાનું મહત્વ બાર જ્યોર્તિલિંગોમાં માત્ર મહાકાલેશ્વરને જ પ્રાપ્ત છે. જ્યોતિષમાં તેનું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે.
મહાકાળેશ્વર મંદિરની માન્યતા છે કે અહીં દાન કરવાથી મૃત્યુનો ભય ખતમ થઇ જાય છે અને જટિલ બિમારીઓ દૂર થઇ જાય છે. મહાકાલેશ્વર જ્યોર્તિલિંગ આખા વિશ્વમાં એકમાત્ર એવું જ્યોર્તિલિંગ છે, જે દક્ષિણ તરફ મુખ રાખેલું છે. મહાકાલેશ્વરની મૂર્તિ દક્ષિણામુખી છે. તાંત્રિક પરંપરામાં દક્ષિણમુખી પૂજાનું મહત્વ બાર જ્યોર્તિલિંગોમાં માત્ર મહાકાલેશ્વરને જ પ્રાપ્ત છે. જ્યોતિષમાં તેનું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે.
ભીમાશંકર મંદિર
પૂણેના રાજગુરૂ નગરની પાસે ભોરગિરી ગાંવ ખેડથી 50 કિમી ઉત્તર પશ્ચિમ 110
કિમી દૂર ભીમાશંકર મંદિર આવેલું છે. આ પશ્ચિમ ઘાટથી સહ્યાદ્રી પર્વત પર
સ્થાપિત છે. આ મંદિરની પાસે ભીમા નદી પણ નિકળે છે. અહીં ભગવાન શિવનું
પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ છે. એવું કહેવાય છે કે ભગવાન શિવે ક્રોધમાં આવીને
ત્રિપુરાસુરનો વધ કર્યો હતો અને આ ક્રોધના કારણે ભીમા નદી અસ્તિત્વમાં આવી.
ભીમાશંકર જ્યોર્તિલિંગ આજે પણ સમગ્ર રૂપમાં છે, આ મંદિર વાસ્તુકલાની નગારા
શૈલીમાં બનાવવામાં આવ્યું છે.
પૌરાણિક માન્યતા
ભીમાશંકર મહાદેવ કાશીપુરમાં ભગવાન શિવનું પ્રસિદ્ધ મંદિર અને તીર્થ સ્થાન છે. અહીંનું શિવલિંગ ખાસ્સું મોટું છે, જેના કારણે તેને મોટેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે. ભીમાશંકર જ્યોર્તિલિંગનું વર્ણન શિવપુરાણમાં મળે છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવે કુંભકર્ણના પુત્ર ભીમનો વધ કર્યો હતો. એવું કહેવાય છે કે યુદ્ધ બાદ ભગવાન શિવના પરસેવાથી જ પવિત્ર ભીમા નદી બની હતી.
ભીમાશંકર મહાદેવ કાશીપુરમાં ભગવાન શિવનું પ્રસિદ્ધ મંદિર અને તીર્થ સ્થાન છે. અહીંનું શિવલિંગ ખાસ્સું મોટું છે, જેના કારણે તેને મોટેશ્વર મહાદેવ પણ કહેવામાં આવે છે. ભીમાશંકર જ્યોર્તિલિંગનું વર્ણન શિવપુરાણમાં મળે છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવે કુંભકર્ણના પુત્ર ભીમનો વધ કર્યો હતો. એવું કહેવાય છે કે યુદ્ધ બાદ ભગવાન શિવના પરસેવાથી જ પવિત્ર ભીમા નદી બની હતી.
ત્ર્યંમ્બકેશ્વર જ્યોર્તિલિંગ
ત્ર્યંમ્બકેશ્વર જ્યોર્તિલિંગ મંદિર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં છે.
અહીંથી બ્રહ્મગિરિ નામના પર્વતથી ગોદાવરી નદીનું ઉદગમ સ્થાન છે. શિવપુરાણ
અનુસાર, મહર્ષિ ગૌતમે તથાકથિત ગૌહત્યાના પાપથી બચવા માટે અહીં તેમની પત્ની
સાથે શિવજીની આરાધના કરી હતી. ત્ર્યંમ્બકેશ્વરના પૂજનથી ગૌસેવાનું પુણ્ય
પ્રાપ્ત થાય છે.
પૌરાણિક માન્યતા
આ જ્યોર્તિલિંગની સ્થાપનાના વિષયમાં શિવપુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે કે અહીં ગૌપાપ અથવા ગૌહત્યામાંથી મુક્તિ મેળવવા માટે ગૌતમ ઋષિએ કઠોર તપ કર્યુ હતુ અને શિવજી પાસે ગંગા માતાને અવતરિત કરાવવાનું વરદાન માંગ્યુ હતું. ત્યારથી આ મંદિરમાં કોઇ પણ પ્રકારનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. દર વર્ષે લાખો લોકો આ મંદિરના દર્શન માટે આવે છે.
રામેશ્વરમ મંદિર
આ તીર્થ સ્થાન હિંદુઓના ચાર ધામમાંથી એક ગણાય છે. તે તામિલનાડુમાં રામેશ્વરમ શહેરમાં આવેલું છે. ભારતના ઉત્તરમાં કાશીની જે માન્યતા છે, તે જ દક્ષિણમાં રામેશ્વરમની છે.
પૌરાણિક માન્યતા
રાવણને યુદ્ધમાં માર્યા બાદ રામ અને સીતા સૌથી પહેલા રામેશ્વરમ આવ્યા હતા. રાવણ બ્રાહ્મણ હતો, તેથી તેને માર્યા બાદ શ્રીરામે ભગવાન શિવની આરાધના કરી હતી. તે માટે હનુમાનને ભગવાન શિવની પ્રતિમા લાવવા માટે કૈલાસ મોકલવામાં આવ્યા. આ દરમિયાન સીતાએ એક નાનકડું શિવલિંગ બનાવ્યું હતું, જેને રામાલિંગમ નામ આપવામાં આવ્યું. જે મૂર્તિ હનુમાનજી લાવ્યા હતા, તેને વિશ્વલિંગમ કહે છે. શ્રીરામના કહેવાથી વિશ્વલિંગમની પૂજા રામાલિંગમ પહેલા થાય છે.
ઓમકારેશ્વર જ્યોર્તિલિંગ
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વર જ્યોર્તિલિંગ મંદિર આવેલું છે. આ
મંદિર નર્મદા નદીના કિનારે સ્થળ માન્ધતા પહાડી પર બનેલું છે અને પહાડોની
ચારેતરફ નદી વહેવાથી અહીં ऊँ બને છે. તેના કારણે આ મંદિરને ઓમકારેશ્વરના
નામથી ઓળખવામાં આવે છે. ઓમકારેશ્વર મંદિરમાં 108 શિવલિંગ છે. અહીં બે
જ્યોર્તિલિંગ છે, જેમાં ઓમકારેશ્વર અને બીજાં મમલેશ્વર જ્યોર્તિલિંગ છે.
સાથે સાથે માન્યતા છે કે અહીં કરોડો દેવી-દેવતા નિવાસ કરે છે.
પૌરાણિક માન્યતા
પુરાણો અનુસાર, વિન્ધ્ય પર્વતે ભગવાન શિવની પાર્થિવ લિંગના રૂપમાં પૂજન અને તપસ્યા કરી હતી. જેનાથી ભગવાન શિવ પ્રણવ લિંગના રૂપમાં અવતરિત થયા હતા. એવું કહેવાય છે કે દેવતાઓની પ્રાર્થના બાદ શિવલિંગ બે ભાગમાં વિભક્ત થઇ ગયું, જે બાદમાં ઓમકારેશ્વર અને બીજાં મમલેશ્વર નામથી વિખ્યાત થયું.
વૈદ્યનાથ મંદિર
બાર જ્યોર્તિલિંગમાંથી એક છે વૈદ્યનાથ જ્યોર્તિલિંગ જે અત્યંત પવિત્ર
જ્યોર્તિલિંગોમાંથી એક છે. તે ઝારખંડના દેવઘરમાંથી સ્થિત છે. આ મંદિરને
બાબા ધામ, વૈદ્યનાથ ધામ, ચિત્તાભૂમિ અને હરદાપિથા નામથી ઓળખવામાં આવે છે.
કેદારનાથ જ્યોર્તિલિંગ
હિમાલયની ગોદમાં સ્થિત કેદારનાથ મંદિર ભગવાન શિવનું મંદિર છે. જે ચારધામમાંથી એક છે. વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલા જળપ્રલયથી આ ઐતિહાસિક મંદિરને ખૂબ જ નુકસાન પહોંચ્યુ હતું. પરંતુ લોકોની આસ્થા જરા પણ ઓછી નથી થઇ.
પૌરાણિક માન્યતા
કહેવાય છે કે તેનું નિર્માણ પાંડવોએ કૌરવો સાથે યુદ્ધ દરમિયાન કર્યુ હતું, જેથી પાંડવ આ યુદ્ધમાં લોહી વહાવ્યા બાદ પોતાના પાપ ધોઇ શકે છે. ત્યારબાદ 8મી સદીમાં આદિ શંકરાચાર્યે આ મંદિરનું નવીનીકરણ કર્યુ હતું.
કાશી વિશ્વનાથ જ્યોર્તિલિંગ
કાશી વિશ્વનાથ જ્યોર્તિલિંગ ઉત્તર પ્રદેશના વારાણસીમાં સ્થિત છે. આ મંદિર ગંગાના પશ્ચિમ કિનારા પર આવેલું છે, જે હિંદુઓ માટે મોક્ષ પ્રાપ્તિનું સ્થાન છે. અહીં દૂરદૂરથી ભક્તોનો મેળો જામે છે. એવી માન્યતા છે કે જે પણ વ્યક્તિ અહીં અંતિમ શ્વાસ લે છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ વિશ્વનાથ ધામમાં જ પાંચ પ્રમુખ તીર્થ છે જેમાં દશાશ્વમેઘ, લોલાર્ક, બિંદૂમાધવ, કેશવ અને મણિકર્ણિકા અને અન્ય પાંચ તીર્થ સ્થળ અહીંનું મહત્વ વધારે છે.
મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગ
આંધ્રપ્રદેશના શ્રીશૈલની કૃષ્ણા નદીના તટ પર આવેલા મલ્લિકાર્જુન સ્વામી
શિવજીના 12 જ્યોર્તિલિંગમાંથી એક છે. અહીં મહાકાલેશ્વર જ્યોર્તિલિંગની જ
માફક શક્તિપીઠ અને જ્યોર્તિલિંગ એકસાથે આવેલું છે. ભારતના અન્ય ધાર્મિક
શાસ્ત્ર મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગના ધાર્મિક અને પૌરાણિક મહત્વની વ્યાખ્યા
કરે છે. એવું કહેવાય છે કે આ મંદિરનું મહત્વ ઉત્તર ભારતમાં ભગવાન શિવના
કૈલાસ પર્વતની સમાન છે.
પૌરાણિક માન્યતા
એક માન્યતા અનુસાર, એકવાર ગણેશ અને કાર્તિકેયની વચ્ચે ક્લેશ થયો કે કોના લગ્ન પહેલા થશે. કાર્તિકેયનું કહેવું હતું કે તેઓ મોટા છે તેથી તેમના વિવાહ પહેલા થવા જોઇએ, પરંતુ ગણેશ પોતાના લગ્ન પહેલા કરવા ઇચ્છતા હતા. તેમના માતાપિતાએ કહ્યું કે, તમારાં બંનેમાંથી જે પૃથ્વીની પરિક્રમા કરીને અહીં આવશે તેના વિવાહ સૌથી પહેલા થશે. શરત સાંભળતા જ કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરવા માટે દોડવા લાગ્યા. ભગવાન ગણેશે વિચાર કરીને પોતાની માતા પાર્વતી તથી પિતા દેવાધિદેવ મહેશ્વરને એક આસાન પર બેસાડ્યા અને તેમની સાત પરિક્રમ કરી, વિધિવત પૂજન કર્યુ. આ કારણોસર ગણેશજીના વિવાહ પહેલા થયા. આ વાતથી નારાજ કાર્તિકેય ત્યાંથી ચાલ્યા ગયા. માતાપિતાથી નારાજ થઇને કાર્તિકેય સ્વામી ક્રૌંચ પર્વત પર રહેવા લાગ્યા. કાર્તિકેયના ચાલ્યા ગયા બાદ ભગવાન શિવ તે ક્રૌંચ પર્વત પર જ્યોર્તિલિંગ સ્વરૂપે પ્રગટ થયા અને ત્યારથી તેઓ મલ્લિકાર્જૂન જ્યોર્તિલિંગના નામથી પ્રસિદ્ધ થયા. મલ્લિકા માતા પાર્વતીનું નામ છે, જ્યારે અર્જુન ભગવાન શંકરને કહેવામાં આવે છે.
નાગેશ્વર જ્યોર્તિલિંગ
ગુજરાતના દ્વારકામાં આવેલું નાગેશ્વર જ્યોર્તિલિંગ બાર શિવલિંગમાંથી એક છે. નાગેશ્વરને ધર્મ શાસ્ત્રોમાં નાગને દેવતા તરીકે પૂજવામાં આવે છે. કહેવાય છે કે ભગવાનની ઇચ્છા અનુસાર જ આ જ્યોર્તિલિંગનું નામકરણ થયું છે. આ જ્યોર્તિલિંગની મહિમામાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે અહીં દર્શન માટે આવે છે તેને સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે.
ઘૃષ્ણેશ્વર જ્યોર્તિલિંગ
મહારાષ્ટ્રના ઔરંગાબાદથી થોડે દૂર દૌલતાબાદમાં સ્થિત ઘૃષ્ણેશ્વર જ્યોર્તિલિંગ અહિલ્યાબાઇ હોલ્કર દ્વારા બનાવવામાં આવ્યું હતું. હોલ્કરે કાશી વિશ્વનાથ અને વિષ્ણુ પાડા મંદિરનું પણ નિર્માણ કર્યુ હતું. ઘૃષ્ણેશ્વરને કુસુમેશ્વર, ધુશ્મેશ્વરા, ધ્રુશ્મેશ્વરા અને ગ્રિનેશ્વરા વગેરે નામથી ઓળખવામાં આવે છે. બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા નિર્મિત ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ આ મંદિરની નજીક આવેલી છે. અહીં જ એકનાથીજી ગુરુશ્રી જનાર્દન મહારાજની સમાધિ પણ આવેલી છે. શહેરના ઘોંઘાટથી દૂર આ મંદિર શાંતિ અને સાદગીથી પરિપૂર્ણ છે. આ જ કારણોસર દૂર-દૂરથી લોકો અહીં દર્શન માટે આવે છે.
પૌરાણિક માન્યતાઓ
પૌરાણિક કથા અનુસાર દેવગિરી પર્વતની નજીક સુકર્મા નામનો બ્રાહ્મણ જે તેની પત્ની સુદેશ સાથે રહેતો હતો. સંતાન નહીં થવાના કારણે તેને ધુશ્મા નામની શિવભક્ત સાથે વિવાહ કર્યા, જેનાથી તેને પુત્ર પ્રાપ્તિ થઇ. પુત્ર પ્રાપ્તિ થવાના કારણે તેની પ્રથમ પત્નીને ઇર્ષા થવા લાગી અને તેણે પુત્રની હત્યા કરી દીધી, પરંતુ ધુશ્મા શિવભક્ત હોવાના કારણે પુત્ર ફરીથી જીવિત થઇ ગયો. શિવજી ધુશ્માની પ્રાર્થના પર ત્યાં જ વાસ કરવા લાગ્યા અને આ સ્થળ ધુશ્મેશ્વરના નામથી પ્રસિદ્ધ થયું.
No comments:
Post a Comment