Monday, 15 October 2012

Shree Khodaldham Sambhav Padyatra


















લેઉવા પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર સમાન કાગવડના ખોડલધામ ખાતે પ્રથમ નોરતે મહાઆરતી તથા જયોત પ્રસાદના કાર્યક્રમ યોજાયા છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર, ગુજરાત તથા દેશના અન્ય શહેરોમાંથી પાંચ લાખ ભાવિકો ઊમટી પડશે. 


વીરપુર નજીક આવેલા કાગવડધામ ખાતે ફરી એકવાર મંગળવારે એટલે કે આસો નવરાત્રીના પ્રથમ દિવસે લેઉવા પટેલ સમાજના લાખો શ્રધ્ધાળુઓનો વિરાટ સમુદાય ઊમટી પડવાનો છે પહેલા જ નોરતે મા ખોડલના ખોળે માથું મૂકી સમાજની અને સમગ્ર વિશ્વની રક્ષા કરવાની પ્રાર્થના કરવાની સાથોસાથ વિરાટ મહાઆરતી પણ સાંજે થશે. સૌથી અગત્યનું એ છે કે સૌરાષ્ટ્રના જુદા જુદા ચાર રૂટ પરથી પદયાત્રા સ્વરૂપે લોકો ખોડલધામ પહોંચવાના છે.

આયોજકોએ આ પદયાત્રાને ખોડલધામ સમભાવ પદયાત્રા નામ આપ્યું છે. તા. ૧૬ ઓક્ટોબરને પ્રથમ નોરતે મંગળવારે સવારે ૮ વાગ્યાથી ખોડલધામ પદયાત્રાનો આરંભ થશે અને ચારેય રૂટ પરથી સાંજે ૪-૩૦ કલાકે હજારોની સંખ્યામાં લેઉવા પટેલ સમાજના લોકો ખોડલધામ પહોંચશે તથા આરતીનો લહાવો લેશે.



સમગ્ર ગુજરાત ઉપરાંત દેશ-દેશાવરમાં વસતા લેઉવા પટેલ સમાજના લાખો લોકોની શક્તિ અને ભક્તિના સ્થાનક તેમજ શ્રધ્ધાના કેન્દ્ર સમાન ખોડલધામ ખાતે ફરી એકવાર સમાજ એકઠો થઇ રહ્યો છે અને અગત્યનું તો એ છે કે આવતીકાલે મા દુગૉ ભવાનીના પાવન નવરાત્રિ પર્વનો પણ પ્રારંભ થઇ રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઇ પટેલએ જણાવ્યું કે જે રીતે ર૧ જાન્યુઆરીએ લાખો લેઉવા પટેલો ખોડલધામ કાગવડ ખાતે એકઠા થયા હતા તેવી જ રીતે આવતીકાલે પણ મોટી સંખ્યામાં લોકો ખોડલધામ પહોંચશે.

- ક્યા ક્યા રૂટ પરથી પદયાત્રા પહોંચશે?

પહેલો રૂટ ગોંડલથી ટીવીએસના શો રૂમ ખાતેથી શરૂ થશે. બીજો રૂટ જેતપુરના અમરનગર ગામથી શરૂ થશે જ્યારે ત્રીજો રૂટ જેતલસરથી શરૂ થશે અને ધોરાજીની રોયલ સ્કૂલ પાસેથી પદયાત્રાનો ચોથો હિસ્સો નીકળશે. સવારે ૮ વાગ્યે આ ચારેય સ્થળેથી એક્સાથે પદયાત્રા શરૂ થશે જેમાં રસ્તામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા જશે અને ખોડલનો નાદ ગજાવતા જશે. ખોડલધામ કાગવડ તરફ નેશનલ હાઇવે નં. ર૭ થી ચારેય પદયાત્રા એકત્ર થઇને મંદિર સુધી પહોંચશે.

- સરદાર પટેલની પ્રતિમાને વંદન

જેતપુર ખાતે સવારે ૧૦-૩૦ કલાકે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અને વંદન થશે તથા તેમના આશીર્વાદ લઇને યાત્ર આગળ વધશે.




- આઠમના દિવસે મા ખોડલની ઝોળી

આસો સુદ આઠમના દિવસે મા ખોડલની ઝોળીનું આયોજન પણ થયું છે. લેઉવા પટેલ સમાજના તમામ લોકો પોતાની એક એક દિવસની આવક આ ઝોળીમાં નાખીને ખોડલધામના વિકાસ માટે અર્પણ કરશે.





- શ્રેષ્ઠ મેનેજમેન્ટનો નમૂનો

લાખો લોકો એકત્ર થવાના છે છતાં કોઈ જાતની અંધાધુંધી ન સર્જાય તેવી અદભુત વ્યવસ્થા ગોઠવાઈ છે. પદયાત્રાના રૂટ ઉપર પણ ટ્રાફિક જામ ન થાય તે રીતે સમયપત્રક ગોઠવાયું છે. યાત્રિકો માટે ઠેરઠેર ચા-પાણી, નાસ્તો તથા ફરાળની વ્યવસ્થા ગોઠવાઈ છે. તો, જરૂર પડ્યું તબીબી સહાયની પણ સુંદર વ્યવસ્થા છે.



















No comments:

Post a Comment