શ્રી ખોડલધામ કાગવડ --- વન મહોત્સવમાં વન્ય પ્રાણીઓ - પક્ષીઓના અવાજ આકર્ષણનું કેન્દ્ર બનશે
શ્રી ખોડલધામ કાગવડ માં વનવિભાગ દ્વારા વન
મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વન વિભાગ દ્વારા ૮ હેકટર
જમીનમાં બાગ-બગીચા, સુશોભીત વન કુટીરો, અશોક વાટીકા, નક્ષત્ર વન સહિતના
વનોનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
સુશોભીત લોન, ફૂલછોડ સહિતનાં
ટેકરાળ જગ્યામાં એક નાના એવા વનનું નિર્માણ થઇ રહ્યું છે ત્યારે આ વન
માટે વિવિધ પ્રકારનાં વૃક્ષોનું વાવેતર રાજકોટ વન વિભાગ દ્વારા કરવામાં
આવ્યું છે.
આ વનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે વન્ય પ્રાણીઓ સિંહ, દિપડા
તથા પક્ષીઓમાં અવાજો સાંભળવાનો પણ એક અનોખો લ્હાવો મળશે ત્યારે વન
મહોત્સવની તૈયારીઓનાં ભાગરૂપે વૃક્ષારોપણ સહિતની વિવિધ કામગીરી કરતા લોકો
અને સુંદર હાથ ધરાયેલ કામગીરી ઉપરોકત તસ્વીરોમાં નજરે પડે છે.
65th Van Mahotsav Celebrations at Kagvad,Khodaladhama Kagavad Forest Festival Wild Animals Birds and the Sound will be the Focus of Attention 65th Van Mahotsav celebrations at Kagvad,રી ખોડલધામ કાગવડ --- વન મહોત્સવમાં વન્ય પ્રાણીઓ - પક્ષીઓના અવાજ આકર્ષણનું કેન્દ્ર બનશે, 65th Van Mahotsav Celebrations at Kagvad,
65th Van Mahotsav Celebrations at Kagvad
રાજય સરકાર સ્થાપિત વનોની માહિતી નીચે મુજબ છે.
- શ્યાપલ વન શામળાજી
- પાવક વન પાલીતાણા
- ભકિત વન ચોટીલા
- હરિહર વન સોમનાથ
- તીર્થકર વન તારંગા
- માંગલ્ય વન અંબાજી
- પુનિત વન ગાંધીનગર
- નાગેશ વન દ્વારકા
- ગોવિંદગુરૂ સ્મૃતિ વન માનગઢ
- વિરાસત વન પાવાગઢ
- શકિત વન ખોડલધામ-કાગવડ
ખોડલધામના
સૌ ટ્રસ્ટીઓએ પણ જવાબદારી સ્વીકારી આયોજનમાં પુરો સહયોગ આપેલ છે. વૃક્ષ
આપણને જીવનમાં ખૂબ ઉપયોગી છે. વૃક્ષ, પાણી અને હવા વગર
સજીવસૃષ્ટિ શકય નથી. વૃક્ષો ઓકસીજન પુરો પાડે છે. વૃક્ષો વગર માનવ જીવન
શકય નથી. બહેનો વડસાવિત્રી વ્રત કરે છે ત્યારે વડ અને પીપળાને પાણી
પીવડાવે છે. વડ અને પીપળો બન્ને વૃક્ષો ૨૪ કલાક ઓકસીજન આપે છે.
જયારે
અન્ય વૃક્ષો રાત્રીના સમયે જ ઓકસીજન આપે છે. રાવણે સિતાજીનું હરણ કર્યુ
ત્યારે અશોકવાટીકાના નામના વનમાં તેઓને રાખેલ તેનું વર્ણન રામાયણમાં છે
એટલે તે વખતથી વૃક્ષારોપણનું મહત્વ છે. શ્રીમતિ આનંદીબેને જણાવેલ કે શકિતવનમાં જીવન ઉપયોગી જુદી-જુદી વનસ્પતીઓના ૧૧૮ ચિત્રો સાથે સમજ આપવામાં આવી છે. ત્યાં એ પ્રકારના વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. જંગલ
ઓછા થતાં બાળકોને પક્ષીઓની ઓળખ રહી નથી. શકિતવનને આકર્ષણનું કેન્દ્ર
બનાવવા જુદા-જુદા પક્ષીઓના ચિત્રો બનાવવામાં આવ્યા છે. બાળકો જે ચિત્રો
દબાવશે તે જ પક્ષીનો અવાજ દા. ત. પોપટ અવાજ સંભળાશે.
આ
શકિતવન ખરા અર્થમાં નોલેજ સેન્ટર બની ગયું છે. સૂર્યઉર્જાથી પ્રદુષણ ઘટે,
ગ્લોબલવોર્મિંગની સમસ્યા સામે વૃક્ષારોપણ ઉપયોગી છે. ઘર, શાળા,
હોસ્પિટલ, ખેતરના શેઠા વિ. માં વૃક્ષારોપણ કરવું જોઇએ. કોઇ ગરીબ વ્યકિત
દિકરીના જન્મ વખતે ખેતરના શેઢે પાંચ વૃક્ષો વાવે તો દિકરી પરણાવવા જેવી
થાય ત્યારે તેના ખર્ચ માટે તેમાંથી લાખો રૂપિયા મળી શકે.
આપણા
વડવાઓએ ભેટ સોગાદમાં વૃક્ષો આપ્યા છે. પેટાળમાંથી પાણી ખુટયું એટલે
ચેકડેમ બનાવવાની આવશ્યકતા ઉભી થઇ. ખેડૂતો વરસાદથી આનંદ વિભોર થઇ ગયા છે.
પરમાત્માએ પ્રસાદરૂપી વરસાદ વરસાવ્યો છે. પાણીને બચાવવા ટપક પધ્ધતીનો
ઉપયોગ કરવો જોઇએ. હજુ ઘણા ગામડાઓમાં બહેનોએ જાજરૂ જવા માટે રાત પડવાની રાહ
જોવી પડે છે. શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી સવારે જરૂરીયાત હોય તો પણ
શૌચક્રિયા ન થઇ શકતા હોવાથી કેન્સર જેવા દર્દોનો સામનો કરવો પડે છે. જે
ઘરમાં શૌચાલય નથી ત્યાં શૌચાલય બનાવવા આપણે અભિયાન ચલાવવું જોઇએ.
માતા
અને બાળક સ્વચ્છ હશે તો સ્વચ્છ સમાજનું નિર્માણ થઇ શકશે.
સૌરાષ્ટ્ર-ગુજરાતને કુપોષણથી મુકિત આપવા તેના માટે પણ અભિયાન ચલાવવા મારી
અપીલ છે. આજે અહિં જે ભેટ મળી છે (ફ્રુટની ટોપલી) તે આંગણવાડીના બાળકો સુધી
પહોંચાડવામાં આવશે.
65th Van Mahotsav Celebrations at Kagvad,Khodaladhama Kagavad Forest Festival Wild Animals Birds and the Sound will be the Focus of Attention 65th Van Mahotsav celebrations at Kagvad,રી ખોડલધામ કાગવડ --- વન મહોત્સવમાં વન્ય પ્રાણીઓ - પક્ષીઓના અવાજ આકર્ષણનું કેન્દ્ર બનશે, 65th Van Mahotsav Celebrations at Kagvad,
No comments:
Post a Comment