Tuesday, 5 September 2000

Shree Dwarkadhish Temple Landmark Hindu Temple Online Free Jay Dwarkadhish Temple Live Telecast Free Download Hd Wallpaper Of Dearkadhish Jay Shree Krishna Krishna Shri Krishna Temple Dwarka Temple Jagad Mandir Janmasthami Krishna Janmashtami Mahotsav Janmashtami In Dwarka,Janmashtami Dwarka Darshan Live Krishna Janmahotasv

જય દ્વારકાધીશ


શ્રી કૃષ્ણ ની મોક્ષ પૂરી દ્વારકા નગરી





દ્વારકાધીશ મંદિર નો ઇતિહાસ

હિન્દુ સાહિત્ય પ્રમાણે મગધદેશના રાજા જરાસંઘના ત્રાસથી કંટાળીને ભગવાન કૃષ્ણ, જેને વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે. તેઓ દ્વારિકામાં આવીને વસ્યા. આ માટે તેઓએ ઓખામંડળના કાબાઓ સાથે સંઘર્ષ કરવો પડયો હતો. 


અત્યારે જે દ્વારકાધીશનું મંદિર છે તે ભારતના પશ્ચિમકાંઠે દરિયાકિનારે વસેલું તીર્થ છે. તેની પ્રાચીનતા વિશે વિવિધ મત પ્રવર્તે છે. એક મત પ્રમાણે તે મંદિર મોગલ સમય કરતાં વધુ જૂનું નથી. ત્યાનાં થાંભલા ઉપરના લખાણોને આધારે તે પંદરમાં કે સોળમાં સૈકાથી વધુ જૂનું ન હોઈ શકે, બીજું એક મંદિર આનાથી વધુ જૂનું હોઈ શકે. કે જેનો ઈતિહાસની તવારીખ પ્રમાણે ઈ.સ. 1474માં મહમંદ બેગડાએ નાશ કર્યો. હાલનું મંદિર કદાચ બાદશાહ અકબરના સમયમાં અસ્તિત્વમાં આવ્યું હોય તેવું લાગે છે.

 હાલનું ત્રૈલોક્યસુંદર જગદમંદિર કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભે બંધાવ્‍યું હતું. જે પોતાની ધર્મપ્રિયતા માટે લોકપ્રિય હતો. હિંદુઓમાં એવી માન્‍યતા છે કે આ મંદિર રાતોરાત એટલે કે માત્ર એક જ રાતમાં કોઈ દૈવીશક્તિથી વ્રજનાભના માર્ગદર્શન હેઠળ બંધાયું છે 




દ્વારકા નગરી ની પૌરાણિક માન્યતાઓ 
  1. દ્વારકામાં કૃષ્‍ણની ધર્મસભા ભરાતી. દ્વારકા કૃષ્‍ણની રાજધાની હતી, જ્યારે બેટ-દ્વારકામાં કૃષ્‍ણનો આવાસ  હતો. 
  2. દ્વારકાથી આશરે ૧૪ કિ.મિ. ગોપી તળાવ આવેલું છે. ગોપી તળાવની માટી વિશિષ્‍ટ પ્રકારની છે. તે રંગે પીળી અને સુંવાળી હોય છે. એમ કહેવાય છે કે કૃષ્‍ણએ વ્રજ છોડ્યું પછી ક્યારેય ફરીને વ્રજ ગયા ન હતા. કૃષ્‍ણના બાળપણમાં વ્રજમાં ગોપીઓએ કૃષ્‍ણ સાથે અનેક વખત રાસલીલા કરી હતી. આ ગોપીઓ કૃષ્‍ણ માટે સતત ઝુરતી હતી. ગોપીઓ કૃષ્‍ણને મળવા દ્વારકા આવી અને ગોપી ગામે જ્યાં ગોપી તળાવ છે ત્‍યાં શરદપુનમની રાતે ગોપીઓએ કૃષ્‍ણ સાથે રાસલીલા કરી અને છેવટે ત્‍યાંજ સમાઈ ગઈ. આથી ગોપી તળાવની માટી પવિત્ર છે.  
  3. દ્વારકાથી આશરે બે કિ.મિ. દૂર રુક્ષમણીજીનું મંદિર છે. દુર્વાસા ઋષિ એક વખત દ્વારકા પધારેલા ત્‍યારે દુર્વાસાજીને દ્વારકાનું દર્શન કરાવવા માટે રથમાં કૃષ્‍ણ અને રુક્ષમણીજી જોડાયાં. વચ્‍ચે રુક્ષમણીજીને તરસ લાગતાં કૃષ્‍ણએ રથ થંભાવીને પોતાના જમણા પગના અંગુઠાથી ત્‍યાં ગંગાજી પ્રગટ કર્યા, જેનું જલ રુક્ષમણીજીએ પીધું. દુર્વાસાજી ક્રોધે ભરાયા કે એને પુછયા વિના શા માટે રથ અટકાવ્‍યો આથી દુર્વાસાજીએ રુક્ષમણીને કૃષ્‍ણથી દૂર રહેવાનો શાપ આપ્‍યો. 


શ્રી કૃષ્ણ કઈ રીતે દ્વારકાધીશ ઓળખાયા

શ્રી કૃષ્‍ણ દ્વારકાધીશ કઈ રીતે બન્‍યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો. શ્રી કૃષ્‍ણને એ વાતનો ખ્‍યાલ આવી ગયો કે હંસ અને ધિમક જરાસંઘની મુખ્‍ય તાકાત છે. પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી શ્રી કૃષ્‍ણે આ બન્નેને મારી નખાવ્‍યા. આ બન્નેના મોતથી જરાસંઘનો આત્‍મવિશ્વાસ ડગી ગયો અને તેનું સૈન્‍ય ડઘાઈ ગયું.


 
પરંતુ જરાસંઘે હિંમત કરી ફરી એક વખત મથુરા પર હુમલો કર્યો. આ સમયે યાદવસભાના વિક્રાડુએ કૃષ્‍ણને કડવું સત્‍ય જણાવ્‍યું, “કૃષ્‍ણ અમને તમારા પ્રત્‍યે અનન્ય પ્રેમ છે. આપના ઋણ અમે ચૂકવી શકીએ તેમ નથી. આ આક્રમણ આપને કારણે જ થઈ રહ્યા છે. મથુરાના લોકો પરેશાન થઈ ગયા છે. અહીં લોકોનો વિકાસ રુંધાઈ રહ્યો છે.


આ સમયે વધુ એક આક્રમણનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ સંજોગોમાં લોકોની શાંતિ ખાતર આપ અમને છોડી જતા રહો. આપના હિતેચ્‍છુ લાગણીના આવેશમાં આપની પાછળ ઘેલા થઈ શકશે નહીં. આપના ભક્ત તરીકે હું આપને આ વિનંતી કરી રહ્યો છું.” આ શબ્‍દો સાંભળી સમગ્ર યાદવસભામાં સન્નાટો છવાઈ ગયો વિક્રાડુના આ સુચનને શ્રી કૃષ્‍ણના પિતા વાસુદેવે ટેકો આપ્‍યો. શ્રી કૃષ્‍ણને પરિસ્થિતિની ગંભીરતા સમજાતા તેમણે મથુરા છોડવાનું નક્કી કર્યું. 


NaraShinh Mehta
 


તેમણે યાદવોને જણાવ્‍યું કે મેં તમને સંસ્‍કૃતિનું જ્ઞાન આપ્‍યું છે. એ મુજબ જીવનનું આચરણ રાખશો, હું મથુરા છોડી દ્વારકા જઈ રહ્યો છું. ત્‍યાર બાદ ગિરનાર પર્વત ઓળંગી શ્રી કૃષ્‍ણએ પ્રભાસ પાટણ (હવે, સોમનાથ)ની નજીક દ્વારકા નગરીની (સુવર્ણ નગરી દ્વારકા) સ્‍થાપના કરી.



 દ્વારકા આવ્‍યા પછી પણ ધર્મને પાયામાં રાખીને રાજ્ય સ્‍થાપવાનો તેમનો મુખ્‍ય ઉદેશ રહ્યો. તેમણે દ્વારકાને ધર્મને આધારિત રાજ્ય તરીકે પ્રસ્‍થાપિત કર્યું. દ્વારકાની ખ્‍યાતિ ધર્મરાજ્ય તરીકે ઠેર-ઠેર પ્રસરી અને આમ, દ્વારકાના રાજા તરીકે તેઓ ‘‘શ્રી દ્વારકધીશ‘‘ તરીકે ઓળખાયા. શ્રી કૃષ્‍ણના જીવનનું મહત્‍વ સમકાલીન નહીં પણ સર્વકાલીન રહ્યું છે. આથી જ આજે ૫૦૦૦ વર્ષ પછી માત્ર વૈષ્‍ણવો (વિષ્‍ણુ અને શ્રી કૃષ્‍ણના ભક્તો) જ નહીં પરંતુ દરેક લોકો દ્વારા કૃષ્‍ણજન્મ ઉજવવામાં આવે છે. તેમની જીવનશૈલી દરેક સમયે અડીખમ રહી શકી છે.
 

  
દ્વારકાધીશ ના મંદિર વિશે જાણવા જેવું

દ્વારકામાં દ્વારકાધીનું મંદિર જ ઘણું મહત્વ ધરાવે છે. રણછોડરાયનું આ ત્રિલોકસુંદર મંદિર ભગવાન કૃષ્ણના પૌત્ર વજનાભે બંધાવ્યું હોવાનું કહેવાય છે. સ્થાપત્કળાની દ્રષ્ટિએ આપણાં ઘણાં જૂનાં મંદિરો જેવું જ આ મંદિર છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહ ઉપર લગભગ 56 મીટર ઊંચું છ માંળવાળું શિખર છે. અને સામે પાંચ માળનો વિશાળ મંડપ છે, જેનો ઘુમ્મટ 60 થાંભલા ઉપર ઊભો છે. 

 Mirabai (Sant Mira Bai)

આ મંડપની ઊંચાઈ લગભગ 30 મીટર છે અને છ માળના શિખરે ઉપર જવા માટે અંદર સીડી છે. બહારનું કોતરણીકામ ઘણું જૂનું છે. તે સોમનાથ પાટણ ને બીજાં મંદિરોને મળતું આવે છે. મંદિરમાં મુખ્યત્વે ચૂનાનો પથ્થર વપરાયો છે. કોતરકામ માટે આ પથ્થર સરસ છે પરંતુ કાળ સામે ટકી રહેવા માટે નકામો છે. મંદિરોને બેવડો કોટ છે અને ભીંતોની વચ્ચે પરિક્રમાં કરવાની જગ્યા છે. કોટની દક્ષિણ બાજુએ સ્વર્ગદ્વાર અને ઉત્તરે મોક્ષદ્વાર એમ બે દરવાજા છે.



દ્વારકાધીશના મંદિરનો ધ્વજ 30 મીટર લાંબા રેશમી કપડામાંથી બનાવવામાં આવે છે. દર વર્ષે 50 જેટલી ચોરાસી થાય છે. આમ પચાસેક વખત આ ધ્વજ બદલાય છે. ધ્વજ બદલવાનો હક્ક ત્યાંના અમુક બ્રાહ્મણ કુટુંબોને જ છે.



મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં ચાંદીના પતરામાંથી મઢેલા સિંહાસન ઉપર રણછોડરાય અથવા દ્વારકાધીશની 1 મીટર ઊંચી શ્યામ ચતુર્ભુજ મૂર્તિ છે. મંદિરના ઉપલા માળે અંબાજીની અને સભામંડપના એક ખૂણામાં બળદેવજીની મૂર્તિ છે. મંદિરના આંગણામાં ત્રિવિક્રમજી પ્રદ્યુમ્નજી બલિરાજા, બ્રહ્માના સમકાંદિપુત્રોની નાની મૂર્તિઓ અને મંદિરો છે.  વળી મંદિરના ઉત્તર તરફથી દક્ષિણ તરફ જતાં કુશેશ્વર મહાદેવ, અંબાજીમાતા, પુરુષોત્તમજી, ગુરુ દત્તાત્રેય દેવકીમાતા, લક્ષ્મીનારાયણ અને માધવજીનાં મંદિરો તો પૂર્વ તરફથી ભીંત પાસે એક બાજુ સત્યભામા, રુફિમણી, જાંબુવતી, રાધા અને લક્ષ્મીનારાયણનાં મંદિરો તથા શંકરાચાર્યની ગાદી છે.



શંકરાચાર્યજી જ્યારે દ્વારાકમાં હોય ત્યારે રણછોડજીની આરતી તેઓ જ ઉતારે છે.

દ્વારકામાં મુખ્ય તો રણછોડરાજીનું મંદિર જ છે. પરંતુ ગોમતીસ્થાન અને રણછોડજીના મંદિરમાં દર્શન ઉપરાંત યાત્રાળુઓનગરની પરિક્રમા કરે છે. તેમાં ગોમતીઘાટ ઉપરથી સંગમઘાટ, ચક્રતીર્થ, રત્નેશ્વર મહાદેવ દ્વારકાની બહાર સિદ્ધનાથ મહાદેવ, જ્ઞાનકુંડ વાવ, અક્ષયવડ અઘોરકુંડ, ભદ્રકાળી, આશાપુરી અને કૈલાસકુંડ આવે છે. ત્યાંથી આગળ જતાં સૂર્યનારાયણનાં દર્શન કરી, નિષ્પાપકુંડથી આગળ જતાં સૂર્યનારાયણનાં દર્શન કરી, નિષ્પાપકુંડથી આગળ વચ્ચે આવતાં દેવોનાં દર્શન કરી, રણછોડજીના મંદિરમાં પાછા આવીએ એટલે પ્રદક્ષિણા પૂરી થઈ મનાય છે.



ભગવાન દ્વારકાધીશે અનેક સંતો-મહંતોને આ તીર્થ તરફ આકષ્યા છે અને પ્રેરણા આપી છે. સંવતના બારમા સૈકાથી આજ દિન સુધીમાં અનેક સંતો, મહંતો અને મહાપુરુષોએ આ તીર્થની મુલાકાત લીધી હોવાની ઐતિહાસીક માહિતી સાંપડે છે. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય કવિશ્રી, નરસિંહ મહેતા, કબીરજી, ગુરુ નાનક, કવિશ્રી તુલસીદાસજી, ચૈતન્ય મહાપ્રભુ, મીરાંબાઈ, સમર્થ ગુરુ રામદાસ, કોલવા ભગત, બોડાણા ભગત, જ્ઞાનદેવ વગેરે મહાસંતોએ આ તીર્થની મુલાકાત લીધી હતી. ચિતોડના પ્રસિદ્ધ મહારાણા ભોજનાં પત્ની મીરાંબાઈ અહીં આવી ભગવાન દ્વારકાધીશની પ્રતિમામાં સમાઈ ગયાં હતાં.


Live From Dwarka:- Kindly tune in to official website of Dwarkadhish after 7:00 pm in the evening prior to 5th Sep. The live telecast will be available on www.dwarkadhish.org. However most of the news channels will also cover the broadcast throughout India.
  



No comments:

Post a Comment