Tuesday 12 June 2012

Jay Jay Garvi Gujarat (જય જય ગરવી ગુજરાત)



જય જય ગરવી ગુજરાત
-----------------------------

ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી,
આ રણ મને પ્યારું છે, ખેતર છે શું મા મારી
ધન્ય હું થઈ ગયો અહીં જન્મ જે મારો થયો
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
એ વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે,
તને નમું લાખ વાર હું ભૂમિ મારી,
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
અહીં સેતુ કરાવ્યા પાર મેં દરિયા પાર,
ગુજરાતી હું છું મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર,
ગુજરાતી હું છું મારી રગરગમાં કરુણા, સેવા, સહકાર,
ગુજરાતી હું છું હર આફત સામે ઊભો બની પડકાર,
ગુજરાતી હું છું….
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
પાંખનાં આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું,
લક્ષ્યની પરે લક્ષ્ય આપણું કહી રહ્યું છે હવે બોલ તું,
કૈક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા હજુ બંધ છે,
મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે.
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનું ઘરેણું ગુજરાત !
એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે,
સાથ સૌ મળી વણીએ એક નવી કાલને કે જે ખાસ છે,
અંજલિમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે,
મનમાં કર્મની વાંસળી છે અને એક સૂરીલી આશ છે,
હે જી રે……….
જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !

(Ref: સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે ગુજરાતના ગૌરવગાન તરીકે ગવાયેલું આ ગીત જાણીતા ગુજરાતી ગીતકાર અને કલાકાર શ્રી દિલીપ રાવલ દ્વારા લખાયું છે. અને સંગીતની દુનિયાના શહેનશાહ ગણાતા રહેમાનની ધૂનથી તે શણગારાયું અને કિર્તી સાગઠીયાનો કંઠ પામ્યું છે….)

No comments:

Post a Comment