Wednesday 17 October 2012

ખોડલધામ ખાતે ભાવિકોનું ઘોડાપુર.






ખોડલધામ ખાતે ભાવિકોનું ઘોડાપુર.


ખોડલધામ ખાતે હજારોની મેદની વચ્ચે મહાઆરતી સંપન્ન

લેઉવા પટેલના આરાધ્યા,કુળદેવી મા ખોડિયાર માતાની મહાઆરતી અવસરે આજે પ્રથમ નોરતે સૌરાષ્ટ્રના વિવિધ ગામોથી પદયાત્રા કરીને એકઠા થયેલા સમાજના લોકોને સંબોધન કરતા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે કહ્યું હતું કે, આપણ સમાજ સમૃધ્ધ તો હતો જ આપણામાં સંગઠનની બાબત એક ખૂટતી કડી હતી પરંતુ હવે માતાજીના આશિવૉદથી આપણે એક થઈ ગયા છીએ. 

અત્યાર સુધી જે કંઇ આપણે કર્યું તે તો પા પા પગલી છે આપણે હજુ ઘણું આગળ વધવાનું છે. તેમણે સમાજને વધુને વધુ સંગિઠત થઇ સમૃધ્ધ થવા આહ્વાન કર્યું હતું.બિનરાજકીય એવા આ સંગઠનના તદ્દન બિનરાજકીય કાર્યક્રમમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ,ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાગવડ ખાતે નિર્માણાધીન ખોડલધામ મંદિરના પરિસરમાં આજે સાંજે વિશાળ સમુદાયને સંબંધોન કરતા નરેશ પટેલે કહ્યું કે આપણી પાસે બધું હતું અને છે. આપણે ઘણું પામ્યા છીએ,એક માત્ર સંગઠન ખૂટતું હતું અને મા ખોડલની દયાથી હવે આપણે સંગિઠત પણ થઇ ગયા છીએ. આ તાકાતથી આગળ વધતા રહેવાનું છે. તેમણે ઉમેર્યું કે અત્યાર સુધી આપણે જે જે કર્યું તે તો હજી પા પા પગલી છે. એક બાળક ચાલે તે ગતિથી આપણે ચાલ્યા છીએ, યુવાન વયે ચાલવાનું હજી બાકી છે.

અનેક નેતાઓ, ધર્મગુરૂઓ આપણને ન ખાવાનું ન ખાવા, ન પીવાનું ન પીવાની સલાહ આપે છે પરંતુ આપણે તો તેથીય મોટું કામ કરી દેખાડ્યું છે અને ૧૦૦ થી વધુ રક્તદાન કેમ્પ યોજીને ૩૦ હજાર બોટલ રક્ત એકત્ર કરી દેખાડ્યું છે.આવી જ રીતે સમાજને સતત ઉપયોગી થતા રહેવા તેમણે લોકોને પટેલ સમાજને અનુરોધ કર્યો હતો. પ્રવચન બાદ અત્યંત પાવન વાતાવરણામાં મા ખોડલની ભવ્ય-દિવ્ય આરતી થઇ હતી.

- દરેકને એમ થાય કે મારું મંદિર

લેઉવા પટેલના ફકત ૧૦૦ પરિવાર જ ધારે તો આખું સંકુલ ઊભું કરી શકે તેમ છે પરંતુ આપણે આ ઝોળીનો વિચાર એટલે કર્યો છે સમાજના નાનામા નાના ભાઇ-બહેનને એમ થાય કે આ મંદિરમાં મારું પણ યોગદાન છે. માતાજીની ઇચ્છા હશે કે અમને આ વિચાર આવ્યો તેમ કહી તેમણે કહ્યું કે તમારી પાસે ખોડલ માતાની ઝોળી ફરશે. અમદાવાદથી ૧૩ ઝોળી આવી ચૂકી છે.

- આજથી ખેતી સંશોધન કેન્દ્ર શરૂ

કાગવડ ધામ ખાતે આવતીકાલ તા.૧૭ ઓક્ટોબરથી કૃષિ સંશોધન કેન્દ્ર શરૂ થઇ જશે.સમાજના નિવૃત્ત અને સક્રિય એન્જિનિયરો,કૃષિવિદો આ કેન્દ્ર સંભાળશે.

No comments:

Post a Comment