Monday 16 September 2013

ખોડલધામ - કાગવડના આંગણે જાન્યુઆરી ૨૦૧૪માં દેશનો સૌથી મોટો કૃષિ કૂંભમેળો



ખોડલધામ - કાગવડના આંગણે જાન્યુઆરી ૨૦૧૪માં દેશનો સૌથી મોટો કૃષિ કૂંભમેળો


કૃષિમેળામાં રોજેરોજ પ્રગતિશીલ ખેડૂતોનુ સન્માન થશે : સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ક્રાંતિ સર્જી શકવાની સમતા

 શ્રી ખોડલધામ - કાગવડ ખાતે દર વર્ષે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતુ હોય છે આગામી તા. ૨૧ થી ૨૪ જાન્યુઆરી દરમ્યાન દેશનો સૌથી મોટો કૃષિમેળો એગ્રી વિઝન ઇન્ડિયા ૨૦૧૪ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે કૃષિ ક્ષેત્રે ઇઝરાયેલ જેવા દેશ ક્રાંતિ સર્જી શકે તો સૌરાષ્ટ્રના ખેડૂતો દીર્ઘદ્રષ્ટી છે તેઓ શા માટે ક્રાંતિ ન સર્જી ન શકે ખેડૂતભાઈઓ તે માટે દેશનો સૌથી મોટો કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ ભવ્ય રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રય કૃષિ કંપનીઓ. કૃષિ સંસ્થાઓ કૃષિ નિષ્ણાંતો, કૃષિ યુનિર્વિસટીઓ સરકારી કૃષિ વિભાગો કૃષિ સંશોધકો તથા પ્રગતિશીલ ખેડૂતો ભાગ લેશે કૃષિ ક્ષેત્રે આમુલ પરિવર્તન માટે આવુ આયોજન ખેડૂતો માટે ચાવી રૃપ બની રહેશે.

કૃષિ મેળા દરમિયાન વિવિધ સ્ટોલ પર પ્રદર્શન અને માહિતી મહાનુભાવો તથા નિષ્ણાંતો દ્વારા આપવામાં આવશે મેળામાં સ્પોન્સર્સ માટે ખાસ પ્લેટીનમ ગોલ્ડન સીલ્વર ડોમ મળીને કુલ ૫૨૧ સ્ટોલ ઉભા કરવામાં આવશે. અને ગ્રીન હાઉસ તથા નેટ હાઉસ મોડેલ તથા ટ્રેકટર એરીયા માટે વિશેષ જગ્યાની ફાળવણી કરવામાં આવશે.

નવા ઇલેકટ્રીક, કૃષિ સાધનો પ્રાણી તથા હાથ સંચાલિત સાધનો અને મશીનો, પિયતની નળ પધ્ધતિઓ બિયારણ બાયોટેકનોલોજી વાવણી અને કાપણીની નવી રીતો, રાસાયણીક સ્પેના વિવિધ સાધનો હાર્વેસ્ટીંગ મશીનો ઇરીગેશન ટેકનોલોજી, ટેકટર્સ શાકભાજીની પધ્ધતિઓ વેટરનીટી સાધનો બાયો પેસ્ટીસાઈઝ ફર્ટીલાઈઝર હાઈબીટ ગ્રેઈન અને કોઈસ, વિવિધ પાકોની ખેતી બાગાયતી પાકો, કૃષિ ઉત્પાદન બજાર વ્યવસ્થા વગેરે પર નિષ્ણાંતો વકતવ્યો આપશે. ઉપરાંત કૃષિમેળા દરમિયાન રોજેરોજ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવશે.


શ્રી ખોડલધામ કાગવડ આયોજીત કૃષિમેળાના ઈવેન્ટ પાર્ટનર અમદાવાદના પાલ એન્ટરપ્રાઇઝના કુમારભાઈ શાહ અને પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ સ્મિતા પ્રધાને કૃષિમેળાને લગતી વિશેષ માહિતી આપી હતી. સ્ટોલ બુકિંગ અને વધુ માહિતી માટે શ્રી ખોડલધામ કાર્યાલય રાજકોટ ફોન નં.૦૨૮૧-૨૩૭૦૧૦૧ -૧૦૨ ઉપર સંપર્ક કરવો.

No comments:

Post a Comment