Thursday 26 June 2014

sardar vallabhbhai patel might be first prime minister of india


 sardar vallabhbhai patel might be first prime minister of india
 

તો વલ્લભભાઈ પટેલ ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા હોત!

ગુજરાતના નડિયાદમાં જન્મેલા, સ્વતંત્રતા સેનાની અને ઇન્ડિયન નેશનલ કૉન્ગ્રેસના પ્રસિદ્ધ નેતા સરદાર વલ્લભ ભાઈ પટેલની આજે જન્મ જયંતી છે. આ મજબૂત ઇચ્છાશક્તિ ધરાવતા લોખંડી પુરુષને અમારી સલામ.

31મી ઓક્ટોબર, 1875, ગુજરાતના નડિયાદમાં સરદાર વલ્લભ ભાઈ પટેલનો જન્મ થયો. વર્ષ 1947માં જ્યારે ભારત આઝાદ થયું, ત્યારે પહેલાં ત્રણ વર્ષ તેઓ ઉપ પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી, સૂચના મંત્રી અને રાજ્ય મંત્રી રહ્યાં. તેમનાં મૃત્યુ બાદ વર્ષ 1991માં  તેમને ભારતનાં સર્વોચ્ચ નાગરિક સમ્માન, 'ભારત રત્ન'થી સમ્માનિત કરવામાં આવ્યા.

ઝવેરભાઈ પટેલનું ચોથું સંતાન હતા વલ્લભ ભાઈ પટેલ. સોમભાઈ, નરસીભાઈ અને વિઠ્ઠલદાસ ઝવેરભાઈ પટેલ તેમનાં મોટા ભાઈ હતા. 16 વર્ષની ઉંમરે તેમનાં વિવાહ થયા હતા અને 22 વર્ષે તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને ડિસ્ટ્રિક્ટ એટર્નીની પરીક્ષા પણ પાસ કરી.  

વકીલ બન્યા બાદ સરદાર પટેલે, નબળા કેસને સચોટ રીતે પ્રસ્તુત કર્યો અને પોલીસના સાક્ષીઓ તેમજ અંગ્રેજ ન્યાયમૂર્તિઓને પડકારી વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું. વર્ષ 1908માં સરદાર વલ્લભભાઈ પટેલનાં પત્નિનું મૃત્યુ થયુ, તે સમયે તેમને એક પુત્ર અને એક પુત્રી હતા. સરદારે તેમનાં પત્નીનાં મૃત્યુ બાદ એકાકી જીવન પસાર કર્યું. વકીલાતમાં વધુ પારંગત બનવા ઑગસ્ટ 1910માં તેઓ લંડન ગયા હતા.



ફેબ્રૂઆરી 1913માં તેઓ ભારત પરત ફર્યા અને અમદાવાદમાં વસવાટ કર્યો. ઝડપી પ્રગતિ સાથે તેઓ અમદાવાદ એડવોકેટ બારમાં  ફોજદારી કાયદાના અગ્રણી વકીલ બની ગયા. ગંભીર અને શાલીન પટેલ, તેમનાં ઉચ્ચ વિચારો અને ચુસ્ત અંગ્રેજી પહેરવેશ માટે ઓળખાતા. તેઓ અમદાવાદમાં ફેશનેબલ ગુજરાત ક્લબમાં બ્રિજનાં ચેમ્પિયન હોવાનાં કારણે પણ પ્રખ્તાત હતા.

વર્ષ 1917, મોહનદાસ કરમચંદ ગાંધી એટલે ગાંધીજીથી પ્રોત્સાહિત થયા બાદ, સરદારે પટેલને લાગ્યું કે તેમનાં જીવનની દિશા બદલાઈ ગઈ છે. સરદાર પટેલ ગાંધીજીના સત્યાગ્રહ આંદોલન સાથે ત્યા સુધી જોડાયેલા રહ્યાં, જ્યાં સુધી અંગ્રેજો સામેનો આ ભારતીય સંઘર્ષ સફળ ન થયો. જોકે, તેમણે ક્યારેય પણ ગાંધીજીનાં નૈતિક વિશ્વાસો અને આદર્શો સાથે પોતાને ન જોડ્યા અને તેમનું માનવું હતું તેમને વિશ્વવ્યાપક રીતે લાગૂ કરવાનો ગાંધીજીનો આગ્રહ, ભારતના તે સમયના રાજકિય, આર્થિક અને સામાજિક  પરિપ્રેક્ષ્યમાં અપ્રાસંગિક છે. આમ છતાં, તેમણે ગાંધીજીના અનુસરણ અને સમર્થનનો સંકલ્પ કર્યા બાદ પોતાની શૈલી અને પહેરવેશમાં પરિવર્તન લાવી દીધું. તેમણે ભારતીય ખેડૂતો જેવા સ્વેત વસ્ત્રો ધારણ કર્યા અને ભારતીય ખાણીપીણીને અપનાવ્યા.

1928માં વલ્લભભાઈ પટેલે વધેલા કર સામે બારડોલીના જમીનદારોનાં સંઘર્ષનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું. બારડોલી આંદોલનમાં કુશળ નેતૃત્વનાં કારણે તેમને સરદારની ઉપાધી પ્રાપ્ત થઈ અને એ પછી તેઓ દેશભરમાં રાષ્ટ્રવાદી નેતા તરીકે ઓળખાવા લાગ્યા. તેમને વ્યવહારિક, નિર્ણાયક અને ત્યાં સુધી કે કઠોર વ્યક્તિ પણ માનવામાં આવતા. અંગ્રેજો તેમને એક ખતરનાક શત્રુ ગણતાં.


બળજબરીપૂર્વક આર્થિક અને સામાજિક ફેરફારો લાવવાની જરૂરિયાત વિષે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ સાથે અસહમત હતા. તેમણે ભારતનાં સામાજીક અને આર્થિક માળખાંમાં સમાજવાદી વિચારો અપનાવવાની જરૂરિયાતનો ઉપહાસ કર્યો. તેઓ મુક્ત વ્યાપારમાં વિશ્વાસ રાખતા હતા.  

1930માં મિઠાંના સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલને ત્રણ મહીનાની જેલ થઈ. સજા પૂરી થયા બાદ વર્ષ 1940માં કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે સરદાર પટેલને ફરી જેલ થઈ અને ઑગસ્ટ 1941માં છૂટી ગયા. દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન જ્યારે જાપાની હુમલાની આશંકા થઈ ત્યારે પટેલે ગાંધીજીની અહિંસાની નીતિને અવ્યવહારિક ગણાવી હતી.


તો સરદાર પટેલ ભારતના પહેલા પ્રધાનમંત્રી બનતા
1945-1946માં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના અધ્યક્ષ પદ માટે સરદાર પટેલ એક પ્રમુખ ઉમેદવાર હતા. પણ ગાંધીજીના ફરી એક વાર હસ્તક્ષેપથી નહેરૂને અધ્યક્ષ બનાવવામાં આવ્યા. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે જવાહરલાલ નહેરૂને બ્રિટિશ વૉઇસરૉયની વચગાળાની સરકારના નિર્માણ માટે આમંત્રિત કર્યા. આ રીતે જો સમગ્ર ઘટનાક્રમ સામાન્ય રહેતો, તો સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પહેલા પ્રધાનમંત્રી હોત

No comments:

Post a Comment