Sunday 6 July 2014

Leuva Patel Samadhan Panch

 હવે  ખોડલધામ મહિલા સમિતિ દ્વારા  મંગળ- બુધવારે લેઉવા પટેલ સમાજ માટે યોજાશે સમાધાન પંચ

 

ઘરના જગડાઓ કોર્ટ સુધી ન પહોંચે અને સમાજના પૈસા કોર્ટ મેટરમાં ન વેડફાય તે ઉમદા આશય સાથે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા લેઉવા પટેલ સમાજ માટે નવતર પહેલ કરવામાં આવી છે. ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના સૂચન મુજબ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સમાધાન પંચ શરૃ કરવામાં આવ્યુ છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. દર મંગળવાર અને બુધવારે બપોરે ૩ થી ૬ દરમિયાન લેઉવા પટેલ સમાજના લોકો માટે આ સમાધાન પંચ વિનામૃલ્યે ચાલુ રહેશે.





સરદાર વલ્લભભાઈ પટેલનું વિધાન હતુ કે ઘરની વાત ઘરમાં રાખો. બીજું ખાસ એ કે કોઈપણ બાબત વકરે તો કોર્ટ સુધી મેટર પહોંચે છે. સમાજના રૃપિયા કોર્ટ મેટરમાં વેડફાય છે. આવું ન થાય તે માટે સમાધાન પંચ જરૃરી છે. આ સમિતિની મહિલાઓ ઘરની બાબતો જાણીને,વ્યક્તિઓને બોલાવીને વિગતો જાણી લે છે અને સમાધાન કરાવી આપે છે. પતિ-પત્નિ વચ્ચેના અણબનાવના કારણે બાળકોના ભ્વિષ્ય ઉપર ખરાબ અસર થતી હોય છે, તેવા કેસમાં પતિ- પત્નિને મનાવીને એક કરવામાં આ સમાધાન પંચ ભૂમિકા ભજવે છે.







સમાજના રૂપિયા કોર્ટ મેટરમાં વેડફાય છે. આવુ ન થાય તે માટે સમાધાન પંચ જરૂરી છે. શ્રી ખોડલધામ સમિતિની મહિલાઓ ઘરની બાબતો જાણીને, વ્‍યકિતઓને બોલાવીને વિગતો જાણી લે છે અને સમાધાન કરાવી આપે છે. પતિ- પત્‍ની વચ્‍ચેના  અણબનાવના કારણે બાળકોના ભવિષ્‍ય ઉપર ખરાબ અસર થતી હોય છે, તેવા કેસમાં પતિ- પત્‍નીને મનાવીને એક કરાવવામાં આ સમાધાન પંચ ભૂમિકા ભજવે છે.
  




3 comments: