પધારો
ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
કાગવડ,તા.જેતપુર
ગુજરાતની ગૌરવવંતી બાબતમાં વધારો થાય તેવો ઉત્સવ ખોડલધામ મંદિરના પરિસરમાં ઉજવાઈ રહ્યો છે. વિશ્વ અજાયબીમાં આવી જાયે તેવો તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.
100 એકરમાં બનેલા આ મંદિર 17મી જાન્યુઆરીના રોજ ખુલ્લુ મૂકવામાં આવશે. આ ઉત્સવ 21મી જાન્યુઆરી સુધી ચાલશે.
તારીખ ૨૧-૦૭-૨૦૧૬ને શનિવારે કાગવડ શ્રી ખોડલધામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજવા જઇ રહ્યો છે જેમાં ૧૦૦૮ કુંડનો હવન થનાર છે.
સૌરાષ્ટ્રના
તિર્થધામ સમા ખોડલધામની વિશેષતા
જોઈએ તો આ મંદિરમાં
238 નંગ પિલર છે. 54 છતમાં
ભાતભાતની ડીઝાઈન છે.
252 ફૂટ
મંદિરની પહોળાઈ અને 298 ફૂટ
મંદિરની લંબાઈ સાથે 159 ફૂટ
મંદિરની ઉંચાઈ છે. 129 નંગ
પટેલ પેનલ મુકાઈ છે.
123 ધરતીપુત્ર પટેલની મુર્તિઓ મુકાઈ
છે. સાથે 21 માર્બલની વિવિધ દેવી, દેવતાની
મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
મંદીરમા ૧૪ કુળદેવી ની મૂર્તિઓ ની સ્થાપના કરાશે.ઉપરાંત મંદિરની ફરતે ૬૦૦૦ મૂર્તિઓ કંડારાશે.૧૩૩.૬ ફૂટની ઉંચી દીવાલ પર ૨૦ ફૂટનો ધ્વજ દંડ રહેશે .
ભૂકંપપ્રુફ બાંધકામમા લોખંડ ને બદલે પવિત્ર તાંબાનો ઉપયોગ કરાયો છે .મહત્વની વાત એ છે કે જગતિ ઉપર લેવા પટેલ સમજની સંસ્કૃતિ દર્શાવાય છે.
ભૂકંપપ્રુફ બાંધકામમા લોખંડ ને બદલે પવિત્ર તાંબાનો ઉપયોગ કરાયો છે .મહત્વની વાત એ છે કે જગતિ ઉપર લેવા પટેલ સમજની સંસ્કૃતિ દર્શાવાય છે.
સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મ
ગૌરવના પ્રતીક સમા જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક આવેલા ખોડલધામ મંદિરના નિર્માણકાર્ય
પાંચ વરસ બાદ પૂર્ણ થવા જઈ રહ્યું છે.
રૂા.60 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થયું છે.
અત્યાર સુધીમાં રૂા.130 કરોડનું દાન મળ્યું છે. ત્યારે આગામી તા.17 થી 21-જાન્યુઆરી-2017માં
ખોડલધામમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
ખોડલધામ
મંદિર રાજસ્થાનના બંસી પહાડપુર વિસ્તારમાંથી
નિકળતા કુદરતી ગુલાબી પથ્થરોમાંથી
બનાવાયું છે. સોમપુરા શિલ્પ
શાત્રી વિપુલભાઈ ત્રિવેદીના માર્ગદર્શનમાં રાજસ્થાન ઓરિસ્સાના કારીગરોએ કોતરકામ કર્યું છે. મંદિરના
બહારના ભાગે 650 મુર્તિઓ મુકવામાં આવી છે.
ફાઉન્ડેશન
જમીનથી 17 ફૂટ ઉંડે એ
પછી જમીનથી 18 ફૂટ ઉંચે પહેલો
ભાગ છે. 288 બીમ મુકાયા છે.
કુલ ઉંચાઈ 138 ફુટ છે.
નવ
પ્રવેશદ્વાર, 3 દિશામાં ઝરૂખા છે. શિખરમાં
8 ફૂટનો વિરાટ સિંહ બિરાજે
છે. જે મંદિરના રક્ષક
તરીકે કામ કરે છે.
પુરાણો પ્રમાણે વેદ પુરાણ, ભાગવત
કૃષ્ણલીલાની પ્રતિમાઓ કંડારવામાં આવી છે.
ખોડલધામ
વિશ્વનું પહેલું એવું મંદિર
બનશે કે તેના મુખ્ય
પ્રવેશ દ્વાર પર સતત
રાષ્ટ્રધ્વજ ફરકતો રહેશે. રાષ્ટ્રધ્વજ
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે જ ફરકાવવામાં
આવશે. આ મંદિર વિશાળ
લેઉવા પટેલ સમાજ દ્વારા
બનાવવામાં આવ્યું છે.
એક જ જ્ઞાતિ દ્વારા
બનાવવામાં આવેલ મંદિર રાષ્ટ્રને
સમર્પિત થશે. બીજું મંદિરના
નીચેના ભાગમાં ફરતે ખેડૂતોની
પ્રતિમા મુકવામાં આવી છે. જાણે
કે પટેલ સમાજે મંદિરને
ઉપાડી લીધુ હોય. જે
ભક્તિ દ્વારા એકતાની શક્તિ
ખોડલધામના સૂત્રને સાર્થક કરે છે.
ખોડલધામ
મંદિરમાં 17થી 21 જાન્યુઆરી પ્રાણપ્રતિષ્ઠા,
3 લાખ લોકો રાષ્ટ્રગીત ગાશે.
- ખોડલધામ મંદિરમાં બેનમૂન સ્થાપત્ય શૈલીનો ઉપયોગ થયો છે. મંદિરમાં બહારના ભાગે 600 મૂર્તિઓ લાગશે. ઉપરાંત રામાયણ, મહાભારત અને ભગવદ્દ ગીતાના પ્રસંગો પણ કંડારીને મૂકાઇ રહ્યા છે.
- ખાસ વાત છે કે ખોડલધામ મંદિરમાં પગથિયાંની આજુબાજુ જગતીના ભાગમાં ‘પટેલ પેનલ' મૂકવામાં આવી છે. જેમાં લેઉવા પટેલ સમાજની સંસ્કૃતિ કંડારીને દર્શાવાઇ રહી છે. આવી 125 પેનલ મૂકવામાં આવી રહી છે.
- 112 પિલર અને બાવન બીમ સાથે મંદિરની શિખર સહિતની ઊંચાઇ 133.6 ફૂટની થશે. તેના ઉપર 20 ફૂટનો ધ્વજદંડ રહેશે.
- ખોડલ માતા સહિત 14 કુળદેવીઓની સ્થાપના કરાશે
- ભવ્યમંદિરમાંખોડલ માતા સહિત 14 કુળદેવીઓની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે
- જેમાં મા અંબા, મા વેરાઇ, મા મહાકાળી, અન્નપૂર્ણા માતા, મા ગાત્રાળ, મા રાંદલ, બુટભવાની માતા, બ્રહ્માણી માતા, મોમાઇ માતા, મા ચામુંડા, મા ગેલ અને શિહોરી માતાની સ્થાપના કરવામાં આવશે.
- ઉપરાંત રામદરબાર, શિવમંદિર તથા રાધાકૃષ્ણ મંદિરનું પણ નિર્માણ થશે.
- સાથેસાથે 52 શક્તિપીઠની પ્રતિકૃતિ મૂકાશે.
- ખોડલધામમંદિર પરિસર માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 100 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે.
- જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ માટે પબ્લિક વીમો 5 કરોડ રૂપિયાનો અને સમિયાણા ડોમ, રસોઇઘર વગેરે માટે 3 કરોડનો મળીને 8 કરોડની વીમો ઉતારવામાં આવ્યો છે.
- રીતે મંદિર પરિસર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મળીને કુલ 108 કરોડનો વીમો લેવામાં આવ્યો છે.
238 સ્તંભ પર ઊભું થયું છે મંદિર. મંદિરમાં આવેલા જગતી, કણપીઠ અને મંડોવર લેવલ શું છે? આવો જાણીએ.
જગતી લેવલ
- મંદિરની શરૂઆતમાં નીચેની કક્ષાએ એટલે કે જગતી લેવલે પટેલ સમાજના ઇતિહાસની કોતરણી કરવામાં આવી છે. જેમાં પટેલ સમાજની ઉત્પતિ અને હાલની પરિસ્થિતિ સહિતનો ઇતિહાસ કોતરણીમાં દર્શાવવામાં આવ્યો છે.
કણપીઠ લેવલ
- મંદિરના 18 પગથિયાઓ ચઢ્યા બાદ કણપીઠ લેવલ પર મહાભારત, ભાગવત ગીતા, શિવપુરાણ અને કૃષ્ણ ચરિત્રને શિલ્પકામથી કંડારવામાં આવ્યા છે. જે જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ જાય છે.
મંડોવર
- કણપીઠથી ઉપરની કક્ષાએ શિવ-પાર્વતી, વિષ્ણુ, બ્રહ્મા સહિતની અલગ અલગ મૂર્તિઓ રાખવામાં આવી છે. મંદિર પરિસરની પણ ડિઝાઇન એ પ્રકારની રાખવામાં આવી છે કે ગમે તે ખૂણામાંથી પણ માતાજીની પ્રતિમાના દર્શન થઇ શકે છે.
વિશેષતા
- - 60 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ
- - મંદિર 17 ફૂટ જમીનની અંદર
- - મંદિરની ધ્વજા સહિત કુલ ઉંચાઇ 159 ફૂટ
- - મંદિરમાં કુલ 238 સ્તંભ છે
- - શિલ્પકલામાં કુલ 15 ડિઝાઇન આવેલી છે, જેમાં 30 પ્રકારની કોતરણી કરવામાં આવી છે
- - મંદિરમાં કુલ 21 મુખ્ય મૂર્તિઓ મળીને કુલ 650 જેટલી મૂર્તીઓ
- -ખોડિયાર માતાની મુખ્ય મૂર્તિ 5 ફૂટ 7 ઇંચની છે, અન્ય 20 જેટલી મૂર્તીઓ ત્રણ ત્રણ ફૂટની રહેશે
- આ ઉપરાંત મંદિરની ચોતરફ શિલ્પકલા પણ અદભૂત કરવામાં આવી છે. મંદિરમાં બંસીપહાડપુરના બંસીપાલ પર્વત મળીને કુલ 2 લાખ ઘનફુટ પથ્થરોનો ઉપયોગ થયો છે. જેમાં ઓરિસ્સાના એક હજારથી વધારે કારીગરો દ્વારા શિલ્પકામ કરવામાં આવ્યુ છે.
50 વિઘામાં શક્તિવન
- 1. કાગવડ વિસ્તારને લીલોછમ બનાવવાનો લક્ષ્યાંક છે.
- 2. મંદિરના પરિસર સહિત આજુબાજનો વિસ્તાર લીલોછમ બનશે.
- 3. ખોડલધામમાં 50 વીઘામાં શક્તિવન બનાવવામાં આવશે.
- 4. જેમાં 40 હજાર વૃક્ષો વવાશે.
- 5. મંદિર નજીક શક્તિવન ઉપરાંત મંદિર સુધી પહોંચવાની ચારેય દિશાના રસ્તે વડ, લીમડો, પીપળ સહિતના વૃક્ષો વવાશે.
- 6. આ ઉપરાંત આયુર્વેદિક વૃક્ષોનું પણ રોપણ કરાશે.
- 7. મંદિરની આસપાસ જંગલ ખાતાની જમીનમાં પણ ખોડલધામ સમિતિ વૃક્ષારોપણ કરી ઉછેર કરશે. છેલ્લા ત્રણ મહિનાથી 200 કાર્યકર્તાઓ સેવા આપી રહ્યા છે.
આવી છે વ્યવસ્થા
- -1500 વિઘા વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા
- -55 હજારથી વધારે સ્વયંસેવકો
- -એક કલાકમાં બે લાખ લોકોને જમવાની વ્યવસ્થા
- -1008 યજ્ઞશાળામાં બેસવાની વ્યવસ્થા
- -21 ફુૂટ લાંબું સ્ટેજ
- -150થી વધારે સીસીટીવી કેમેરા
- -1100થી વધારે પોલીસ બંદોબસ્ત
- -108 કરોડનું વીમા કવચ
- - મિની હોસ્પિટલ ઊભું કરાશે, 70 ડોક્ટર રહેશે ખડેપગે
21 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને
લોકો માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવશે.
આ દિવસે લેઉવા પટેલ સમાજ વધુ એક વિશ્વ
વિક્રમ પણ નોંધાવા જઇ રહ્યો છે.
જેમાં એક સાથે લાખોની સંખ્યામાં ઉમટેલા લેઉવા પટેલ
સમાજના લોકો રાષ્ટ્રગીતનું ગાન કરીને બાંગ્લાદેશનો રેકોર્ડ તોડશે.
માતા ગંગાની આરતી જેવી મહાઆરતી કરવામાં આવશે. ખોડલધામ રથ રાજકોટ સહિત
કાઠિયાવડમાં ફરી રહ્યો છે. તેના કિલોમીટરનો વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવશે.
ખોડલધામ - કાગવડ ખાતે આનંદ ની હેલીઓ...
આવો સાથે મળીને આ ઐતહાસીક ઘડીના સાક્ષી બનીયે..
જય ખોડલ.... જય ભોજલરામ...
No comments:
Post a Comment