Showing posts with label different_courses_after_12_commerce. Show all posts
Showing posts with label different_courses_after_12_commerce. Show all posts

Sunday, 16 December 1990

What Courses After 12 Commerce / What Is The Best Course After 12 Commerce



What Is The Best Course After 12 Commerce



આપે ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ કરી એટલે  કોલેજમાં /યુનિર્સિટી કક્ષાએ એડમિશન મળી જાય.  આ જ સમય છે આપના ભવિષ્‍યને લગતી તમામ શંકાઓ, ચિંતાઓ, મૂંઝવણોને Bye Bye કરવાનો. એક નિર્ધારિત અને ચોકકસ પથ પર આગળ ધપવાનો. આપણે જાણીએ છીએ તેમ ધોરણ ૧૨(HSC) માં બે મુખ્‍ય પ્રવાહો છેઃ 

(૧) જનરલ સ્‍ટ્રીમ(સામાન્‍ય પ્રવાહ) 
  (ર) સાયન્‍સ સ્‍ટ્રીમ (વિજ્ઞાન પ્રવાહ).
 

ધોરણ ૧૨ કોમર્સમાં તમે મેળવેલા માર્કસના આધારે તમને એડમિશન મળી શકે તેવા અભ્‍યાસક્રમોનું લિસ્‍ટ :


(૧)  M.C.A ઇન ઇન્‍ફર્મેશન ટેકનોલોજી એન્‍ડ કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશનનો કોર્સ
(૨)  અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીનો પાંચવર્ષમાં ઇન્‍ટિગ્રેટેડ MBA (માસ્‍ટર ઓફ બિઝનેસ એડમિનિસ્‍ટ્રેશન) 
     નો કોર્સ
(૩)  B.C.A (બેચલર ઓફ કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશન) નો કોર્સ
(૪)  B.Sc ઇનઆઇટી એન્‍ડ કમ્‍પ્‍યુટર એપ્‍લિકેશન
(પ)  B.Com નો કોર્સ
(૬)  B.B.A.નો કોર્સ
(૭)  C.A. (ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ) નો CPT કોર્સ
(૮)  C.S.(કંપની સેક્રેટરી) નો ફાઉન્‍ડેશન કોર્સ
(૯)  કોસ્‍ટ એકાઉન્‍ટન્‍ટનો ફાઉન્‍ડેશન કોર્સ
(૧૦) C.F.A.(ચાર્ટર્ડ ફાયનાન્‍સિયલ એનાલિસ્‍ટ)નો કોર્સ
(૧૧) હોટલ મેનેજમેન્‍ટનો કોર્સ
(૧૨) B.S.W.(બેચલર ઓફ સોશ્‍યલ વર્ક) નો કોર્સ
(૧૩) B.R.S (બેચલર ઓફ રૂલ્‍સ સ્‍ટડીઝ) નો કોર્સ
(૧૪) હોમ સાયન્‍સનો બેચલર ડીગ્રી કોર્સ
(૧૫) કર્ણાટક અને મહારાષ્‍ટ્રમાં ફેશન ડિઝાઇનનો બેચલર ડિગ્રી કોર્સ
(૧૬) જનરલ નર્સિગનો કોર્સ
(૧૭) આયુર્વેદિક નર્સિગનો કોર્સ
(૧૮) પ્રાયમરી ટીચર બનવા P.T.C. નો કોર્સ
(૧૯) પ્રાથમિક સ્‍કુલમાં વ્‍યાયામ ટીચર બનવા C.P.Ed નો કોર્સ
(૨૦) પ્રાથમિક શાળામાં ડ્રોઇંગ ટીચર બનવા આર્ટ ટીચર ડિપ્‍લોમાનો કોર્સ
(૨૧) સંગીત વિશારદનો કોર્સ
(૨૨) હાઇસ્‍કુલમાં વ્‍યાયામ શિક્ષક બનવા બેચલર ઓફ ફિઝિકલ એજયુકેશન B.P.Ed નો કોર્સ
(૨૩) ઇન્‍ટિરીયર ડિઝાઇનનો બેચલર ડિગ્રી કોર્સ
(૨૪) બેચલર ઓફ મ્‍યુઝિક, ડાન્‍સ કે ડ્રામાનો કોર્સ
(૨૫) BFA(બેચલર ઓફ ફાઇન આર્ટ)  નો કોર્સ
(૨૬) વ્‍યાયામ શિક્ષણનો BPE નો કોર્સ વગેરે.

એડમિશન ટેસ્‍ટ દ્વારા પ્રવેશ મળે તેવા કોર્સ:

(૧)  NDA (નેશનલ ડિફેન્‍સ એકેડેમી)ની એકઝામ આપી આર્મીમાં ઓફિસર
(૨)  NIFT (નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ફેશન ટેકનોલોજી) ના કોર્સ
(૩)  NID (નેશનલ ઇન્‍સ્‍ટિટયુટ ઓફ ડિઝાઇન)ના વિવિધ કોર્સ
(૪)  BFA (બેચલર ઓફ ફાઇન આર્ટ) નો કોર્સ મુંબઇમાં અને વડોદરામાં
(૫)  ભારત સરકારની ઇન્‍સ્‍ટિટયુટ ઓફ હોટલ મેનેજમેન્‍ટનો કોર્સ
(૬)  વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી અને વલ્‍લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં 
     ચાલતો BBA નો કોર્સ
(૭)  વડોદરાની પરફોર્મિગ આર્ટ કોલેજમાં ચાલતા ડાન્‍સ, મ્‍યુઝિક અને ડ્રામાના બેચલર ડિગ્રી કોર્સ
(૮)  મુંબઇમાં BMS (બેચલર ઓફ મેનેજમેન્‍ટ સ્‍ટડીઝ) નો કોર્સ.
(૯)  ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનો LLB ઇન્‍ટીગ્રેટેડ કોર્સ
(૧૦) નેશનલ ફાયર કોલેજનો સબ ઓફિસર કોર્સ વગેરે...