અષાઢી બીજ એટલે રથયાત્રાનાં પાવન સ્મરણ
જય રણછોડ, માખણચોર
અષાઢી બીજ એટલે રથયાત્રાનાં પાવન
સ્મરણ. ભારતમાં ઓરિસ્સાના પુરીની અને
અમદાવાદના જગન્નાથજીની રથયાત્રાનો લ્હાવો માણવા દેશ વિદેશથી લોકો આવે છે.
સમગ્ર ભારતભરમાં ભગવાન જગન્નાથજી તેમની બહેન સુભદ્રા અને મોટા ભાઇ
બલરામ સાથે નગરચર્યાએ નિકળશે એ પણ પોતાના રથ
પર સવાર થઇને ભકતોને દર્શન આપવા સ્વય તેમના ઘરે જશે.
જેમાં લાકડામાંથી, ધાતુ કે ખીલાના
ઉપયોગ વગર ત્રણ રથ તૈયાર થાય..દર વર્ષે નવો જ રથ ઘડાય…
જગન્નાથની જે નગરયાત્રા જે રથમાં નીકળે
છે તેનુ નામ નંદીઘોષ છે. કહેવાય છે કે આ રથ ઈન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે, આ રથને સંપૂર્ણ
રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે.
ભાઈ બળભદ્રને મળેલ રથ તાલવનના દેવતાઓએ આપેલ
હોવાથી તેનુ નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનુ નામ પદ્માધ્વજ છે.
રથયાત્રામાં સૌ
પહેલા આગળ મોટાભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારી નીકળે છે.
અષાઢીબીજના દિવસે અનેક લોકો અવનવી રીતે ઉજવણી કરતા આપણને જોવા મળતા હોય છે. કોઇ ઘરનુ વાસ્તુ કરે છે તો કોઇ દુકાન કે ફેક્ટરીનુ પૂજન કરતા હોય છે. પરંતુ આ વાત તો કંઇક અલગ જ છે કે, જેમાં કચ્છી માડુઓ અષાઢીબીજના પવિત્ર દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે.
કચ્છીઓનું નવું વર્ષ અષાઢી બીજ શા માટે આ પાછળ પણ એક રસપ્રદ માન્યતા સંકળાયેલ છે. આમ તો કચ્છ રાજ્યની સ્થાપના ખેંગારજી પહેલાએ સવંત ૧૬૦૫માં માગસુર સુદ પાંચમના રોજ કરી હતી. પરંતુ કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થતા તે પાછળ પણ ઇતિહાસકારોએ નોંધ રાખી છે. કોટાકોટમાં રાજધાની ફેરવી નાખનાર જામ લાખો કુલ્વણી એક તજસ્વી અને હોંશીયાર રાજવી હતા. અવનવું વિચારી નવા વિચારો જ અમલમાં મુકતા. આ રાજવટને એક વેળા વિચાર આવ્યો કે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે..? બસ પછી તો શું રહ્યું કેટલાંક બહાદુર સિપાઇઓ લઇને આ રાજ રસાલો નીકળી પડયો પુથ્વીનો છેડો શોધવા..?
પરંતુ રાજવી જામ લાખાને આમાં સફળતા ન મળી અને એમણે પરત ફરવું પડયું એ સમયે અષાઢ માસ શરૂ થયેલા અને સ્વરા વરસાદથી વનરાજી ઠેર- ઠેર ખીલી ઉઠેલી પ્રકૃતિ સૌદર્ય ભરપુર હતું. જેને પગલે તેમનો આભા પ્રસન્ન થયો અને તેમણે કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ કરવા કચ્છ ભરમાં ફરમાન મોકલ્યું બસ ત્યારથી કચ્છીનું નવું વર્ષ અષાઢી બીજ ગણાય છે.
આશરે ૮૬૦ વર્ષથી કચ્છી માડુંઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા આવ્યા છે. ખેડુતો પોતાના ખેતીના સાધનોની પુજા કરે છે… ઘરની બહાર દીવા અને રોશની કરી. ભગવાનને તથા વડીલોને પગે લાગી મીઠાઇઓ એક બીજાને ખવડાવા સર્વેને નવા વર્ષની શુભેચ્છા આપે છે.

ગામડામાં અષાઢી બીજનું ખૂબ જ મહત્વ હોય છે. જેમાં સાંજે સૌ બીજમાતાના દર્શન કરવા માટે પાદરે એકઠાં થાય છે. અને બીજના દર્શન કરતા બીજનું સિંગુ કઈ તરફ ઢળેલું છે એના આધારે વર્ષ કેવું જશે એની ધારણા કરતા હોઈ છે.
બીજદર્શન બાદ પરસ્પર રામ રામ કરતા. ઘેર ઘેર ફરીને વડીલોને પગે લાગીને તેમના આશીર્વાદ મેળવતા એજ રીતે ગામડામાં બીજના દિવસે રામ રામ અને પાયલાગણ થાય છે.
બાર બીજમાંથી ગામડામાં અષાઢી બીજને મોટી ગણીને તેની આનંદથી ઉજવણી કરવામાં આવતી. દરેક મંદિરમાં આ દિવસે જૂની ધજા બદલીને નવી ધજા ચડાવવામાં આવતી હોય છે.
હાથી ઘોડા પાલખી
જય કનૈયા લાલકી
ashadhi bij history and rath yatra,જય રણછોડ, માખણચોર,અષાઢી બીજ,રથયાત્રા,બળભદ્ર,જગન્નાથ,પદ્માધ્વજ,નંદીઘોષ,શ્રી કૃષ્ણ,બલરામ,સુભદ્રા,મોટાભાઈ બલરામ,બહેન સુભદ્રા,ઓરિસ્સા,ઓરિસ્સાના પુરી,અમદાવાદના જગન્નાથજી,પુરીrath yatra,ahmedabad rath yatra,ahmedabad rath yatra history,history of rath yatra,rath yatra festival
Good history of rathyatra ahemdabad.
ReplyDeleteThe next time I read a blog, I hope that it doesnt disappoint me as much as this one. I mean, I know it was my choice to read, but I actually thought you have something interesting to say. All I hear is a bunch of whining about something that you could fix if you werent too busy looking for attention. agannath rath yatra wishes
ReplyDeleteAa varse ketlami asadhi bij aavse answer plz
Delete